"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-હેમેન શાહ

 nd061219038.jpg

-તો દોસ્ત, હવે  સંભળાવ  ગઝલ, બહું   એક્લવાયું   લાગે છે;
લે મૂક ,     હથેળીમાં  મખમલ, બહું   એક્લવાયું   લાગે છે.

શાયદ    મારો     ભૂક્કો   થાશે   કે    ઢાંચામાં   જકડાઈ જઈશ,
શું   થશે   એ    કહેવું  ન   સરલ,  બહું   એક્લવાયું   લાગે છે.

કૂવો    બેઠો     આતુરતાથી , વરસી    ના      એકે   પનિહારી,
સંકોચાતું        મરજાદી     જલ ,   બહું   એક્લવાયું   લાગે છે.

ઉનાળો     લઈને     ખોબામાં     જંગલ  જંગલ    ભટક્યા   કરવું,
બે    આંખો    ત્યાં   ભાળી   શીતલ , બહું   એક્લવાયું   લાગે છે.

ખખડાવે     ખુલાસાના    રસ્તા,  શંકાના     ભીંડેલા    દરવાજા,
સોંસરવો     છે    આ     કોલાહલ ,  બહું   એક્લવાયું   લાગે છે.

-હેમેન શાહ( ૦૯-૦૪-૧૯૫૭), વ્યસાયે ડૉકટર. મુંબઈમાં રહે છે. ત્રિપદી એમની વિશિષ્ટતા.
ગઝલ વધુ માફક આવે . ‘તો દોસ્ત હવે સંભળાવ ગઝલ’ એમની ચુનંદી રચનાઓનો સંચય.

ઓગસ્ટ 25, 2007 - Posted by | ગમતી ગઝલ

7 ટિપ્પણીઓ »

 1. ગઝલ સરસ છે.

  ટિપ્પણી by Devika Dhruva | ઓગસ્ટ 26, 2007

 2. સરસ મખમલ- સરસ

  ટિપ્પણી by Jignesh Adhyaru | ઓગસ્ટ 27, 2007

 3. તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહું એક્લવાયું લાગે છે;
  લે મૂક , હથેળીમાં મખમલ, બહું એક્લવાયું લાગે છે.

  ટિપ્પણી by Pancham Shukla | ઓગસ્ટ 27, 2007

 4. કૂવો બેઠો આતુરતાથી , વરસી ના એકે પનિહારી,
  સંકોચાતું મરજાદી જલ , બહું એક્લવાયું લાગે છે.

  – પનિહારીના વરસવાની વાતમાં જે વ્યંજના છે અને જળના મર્યાદાથી સંકોચાવાની વાતમાં જે કાવ્યસિદ્ધિ છે એ અદભુત છે…

  ટિપ્પણી by વિવેક | ઓગસ્ટ 27, 2007

 5. બહુ એકલવાયુ લાગે છે…સરસ ગઝલ છે.

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 27, 2007

 6. તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહું એક્લવાયું લાગે છે;
  લે મૂક , હથેળીમાં મખમલ, બહું એક્લવાયું લાગે છે.

  Nice post- Barad saheb.

  Pancham

  ટિપ્પણી by Pancham Shukla | ઓગસ્ટ 27, 2007

 7. HAR INSAN JINDGIMEIN KABHI NA KABHI AKELAPAN MEHSOOS

  KARATA HAI ,,,,,,,,,, IS AKELEPAN KA EK HI SAATHI HOTA HAI

  SANGEET,,,KAVYA, GAZAL, GEET, SO ON

  I REMEMBER ONE SONG,,,,,HERE

  AY DIL MUZE AISI JAGAH LE CHAL JAHAN KOI NA HO

  APANA PARAYA YA MEHABAN NAMEHARBAN KOI NA HO,,,,,,,,,,,,,

  ટિપ્પણી by REKHASDEDHIA | સપ્ટેમ્બર 15, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: