"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મારી હોંશિયારીને

maviesintiler_6.jpg 

મોહબ્બતમાં   નથી   જીવી  શકાતું    મનને    મારીને,
આ    મંજિલમાં    કદમ  મૂકે   કોઈ   સમજી વિચારીને.

હવે    પુષ્પો    મળે   કે   કંટકો      તકદીર     પર છે,
કોઈના    આંગણે   બેઠો   છું      હું  પાલવ   પ્રસારીને.

સમયના   આ   સવાલો  તો    મને   પાગલ   કરી દેશે,
સુરાલયથી    કોઈ      લઈ   આવો   મારી  હોશિયારીને.

પ્રણયમાં    જિંદગી   વીતી   ગઈ    છે   ને વીતી  જાશે,
હવે  આ    ખૂબસૂરત    ભૂલ     શું     કરશું   સુધારીને?

મદિરા  એવી    રીતે   અમને     આપે     છે  હવે સાકી,
કે    જાણે   ભીખ   આપે    લખપતિ   કોઈ    ભીખારીને.

ચમનની    વાત   પુષ્પોથી     નહીં,  કાંટાઓથી   પૂછો,
કે     બેઠા    છે  અહીં     જેઓ  જીવન   આખું  ગુજારીને,

જીવનની   કોને  પરવા   છે! છે   પરવા તુજને મળવાની!
ભલે  આ    નાવ    ડૂબી  જાય   અમને   પાર    ઉતારીને.

‘ખલિશ’ પૂછી    ગયા   તેઓ,’તબિયત  કેમ છે  તારી?’
દુઆઓ    દઈ    રહ્યો  છું       હું     હૃદયની   બેકરારીને.

-‘ખલિશ’ બડોદવી

ઓગસ્ટ 23, 2007 - Posted by | ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

 1. Dear Khalishbhai,

  Excellent gazal! great shares! I like the following two lines very much.

  મદિરા એવી રીતે અમને આપે છે હવે સાકી,
  કે જાણે ભીખ આપે લખપતિ કોઈ ભીખારીને.

  Good Luck for writing many such wonderful gazals!

  Dinesh O. Shah, Ph.D.
  Gainesville, Florida, USA

  ટિપ્પણી by Dr. Dinesh O. Shah | ઓગસ્ટ 23, 2007

 2. પ્રણયમાં જિંદગી વીતી ગઇ છે ને વીતી જાશે….હવે આ ખૂબસૂરત ભુલ શું કરશું સુધારીને….સાચી વાત કરેલ છે…સરસ પસંદગી છે…

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 23, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s