"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અંધારું કરો !-નિર્મિશ ઠાકર

 love.gif 

વૃક્ષ  ગાતું  ઘેનેભીનું  ગાન, અંધારું  કરો !
આંખ  મીંચે છે  બધાંયે પાન,અંધારું  કરો !

ફૂલ  નહીં  તો ફૂલ કેરી પાંખડી!આ શ્વાસથી
વેદનાને  આપવાં  છે માન, અંધારું  કરો !

ઓગળ્યાં આ વૃક્ષ,પેલા પ્હાડ ને ઝાંખી નદી
ધુમ્મસો શાં  ધૂંધળા  મેદાન, અંધારું  કરો !

મૌન  ઝીણું  કૈંક  બોલે  છે  અને  એકાંતના
છે-ક   લંબાતા  રહે છે કાન, અંધારું  કરો !

ધૃજતા  હાથો  પસારે   છે  હવાયે   ક્યારની
સ્પર્શ  ઉભા   છે  બની  વેરાન,અંધારું કરો!

-નિર્મિશ  ઠાકર

Advertisements

ઓગસ્ટ 20, 2007 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

 1. વેદનાને આપવા છે માન, અંધારુ કરો…બહુ સરસ ગઝલ છે….

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 20, 2007

 2. “Wonderful” is the only word!
  My regards.

  Shah Pravinchandra Kasturchand

  ટિપ્પણી by Shah Pravinchandra Kasturchand | ઓગસ્ટ 20, 2007

 3. આંખ મીંચે છે બધાયે પાન..
  સરસ.માણવું ગમ્યું.

  ટિપ્પણી by nilam doshi | ઓગસ્ટ 21, 2007

 4. ફૂલ નહીં તો ફૂલ કેરી પાંખડી!આ શ્વાસથી
  વેદનાને આપવાં છે માન, અંધારું કરો

  -ખૂબસુરત શેર…

  ટિપ્પણી by વિવેક | ઓગસ્ટ 21, 2007

 5. બહુજ સરસ ગઝલ. નવી અનુભૂતિ અને નવા પ્રતીકોથી એકદમ જુદી.

  ટિપ્પણી by પંચમ શુક્લ | ઓગસ્ટ 21, 2007

 6. I liked the picture more than the poem. That picture has so many emotions contained in just one moment!

  ટિપ્પણી by Chirag Patel | ઓગસ્ટ 22, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s