ખુદા આવે-‘કામિલ’ વટવા
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે.
તમારી હોય જો ઈચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.
સહન હું તો કરી લઉં છું , ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો , જ્યાં મારી વારતા આવે.
જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું, નજર બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.
તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.
નજર દિલ પર પડે છે તો જ્ખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.
મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.
શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?
મોહબ્બત હો જો ‘કામિલ’ તો ખૂદ પાસે ખુદા આવે.
હ્રદયના દદૅની તમને જરા કલ્પના આવે…બહુ સરસ ગઝલ છે.
ખૂબ સરસ ગઝલ છે.
Dear Kamil Watwa,
Wonderful gazal! Wonderful lines and imagination. I loved the following lines very much.
સહન હું તો કરી લઉં છું , ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો , જ્યાં મારી વારતા આવે.
તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.
Good luck in writing many such gazals!
Dinesh O. Shah, Ph.D.
Gainesville, Florida
અરે દિલમા દર્દ જો હોય ખુદાને મળવાનું
નક્કી માનજો દવા લઈને ખુદ ખુદા આવે
very nice gazal