"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-રશ્મિ શાહ

sam_-_good_lifethe.gif 

લીલાં  લીલાં  પાન વચાળે  કેસરિયાળાં  ફૂલ મળે તો !
તારા-મારા  ઉરને સપનાં  અણદીઠાં ને   ખૂબ મળે તો!

રણને   લીલાંછમ   કરવાને  વાદળ સાથે  પ્રીત  કરીશું
ઢળતી  સાંજે   કોરી  આંખે   ભીની-ભીની ધૂપ મળે તો!

કયાંક મજાની મોસમ છલકે  ક્યાંક સરોવર નીર છલકતાં
તારા ઘરની  છત પર   ત્યારે કોયલના જો સૂર મળે  તો !

ઊર્મિની   દીવાલો   પર   મેં   સંવેદનની છત બાંધી છે
મારા નાજૂક  ઘર  ને  ભીની  લાગણીની   હૂંફ   મળે તો!

પારેવાનું  મૌન  ગમે  છે   કોયલનો     ટહુકાર   ગમે છે
‘રશ્મિ’ મનની  કુંજગલીમાં  ખૂદને ખૂદની ધૂન મળે તો !

-રશ્મિ શાહ

Advertisements

ઓગસ્ટ 12, 2007 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

  1. કયાંક મજાની મોસમ છલકે ક્યાંક સરોવર નીર છલકતાં
    તારા ઘરની છત પર ત્યારે કોયલના જો સૂર મળે તો !

    ઊર્મિની દીવાલો પર મેં સંવેદનની છત બાંધી છે
    મારા નાજૂક ઘર ને ભીની લાગણીની હૂંફ મળે તો!

    very nice words..!

    ટિપ્પણી by chetu | ઓગસ્ટ 12, 2007

  2. સુંદર ગઝલ છે.

    ટિપ્પણી by shivshiva | ઓગસ્ટ 12, 2007

  3. રણને લીલાંછમ કરવાને વાદળ સાથે પ્રીત કરીશું
    ઢળતી સાંજે કોરી આંખે ભીની-ભીની ધૂપ મળે તો!

    vaah! saras vaat kari

    ટિપ્પણી by hemantpunekar | ઓગસ્ટ 12, 2007

  4. મમળાવી શકાય એવા શબ્દો અને મજાનો લય.

    ટિપ્પણી by પંચમ શુક્લ | ઓગસ્ટ 13, 2007

  5. લીલા લીલા પાન…..સરસ ગઝલ છે…

    ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 13, 2007

  6. સુંદર ગઝલ… મજા આવી… બધા શેર મજાના થયા છે…

    ટિપ્પણી by વિવેક | ઓગસ્ટ 14, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s