"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્યાર મારી નાખશે-‘શલ્ય’ મશહદી

 showletter21.jpg

વેદના,   નિઃશ્વાસ  ,આંસુ,   પ્યાર   મારી    નાખશે,
જીદગી    સુંદર   છે   પણ  આ ‘ચાર’ મારી  નાંખશે.

આ    નજર, આ     પાંપણોની   ધાર  મારી  નાખશે,
આપના   આ    તીર  ને       તલવાર   મારી નાખશે.

પ્રેમીઓ    તો    બેઉં     રીતે    પ્રેમમાં  થાશે  ખુવાર,
જીતશે  તો   જીત     નહિતર     હાર    મારી  નાખશે.

ભેદના    પણ   ભેદ  પામે    માનવી   તો   શું   થયું?
એક      દિ’    ભેદનો       ભંડાર     મારી      નાખશે.

પ્રેમીઓને     મારવા  શસ્ત્રોની    હોય     શું     જરૂર ?
એક      મીઠો     પ્રેમનો      ઉદગાર   મારી   નાખશે.

જીવવા    દે  તો    ખરું  નહિતર   પછી    કે’તો  નથી,
આ      તમારી      આંખડીનો     પ્યાર   મારી  નાખશે.

વ્યોમ    પર    પંખી    ભલે   ઊડતું  રહે , ઊડતું  રહે !
એક     દિ’  આ     વ્યોમનો   વિસ્તાર   મારી  નાખશે.

જ્ઞાનીઓ    જો     જ્ઞાનની  સીમા     થકી  આગળ  જશે,
પામવાની      પાર   પણ   એ    પાર     મારી    નાખશે.

‘શલ્ય’, આ  કળિયુગમાં  સતયુગ    જેવું  તારું આચરણ,
નોંધ   કર!   તારા    તને     સંસ્કાર     મારી       નાખશે.

-‘શલ્ય’ મશહદી

ઓગસ્ટ 10, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. Good Gazal. I remembered Jonathan Livinston Seagull. But the theme there is totally positive.

  ટિપ્પણી by સુરેશ જાની | ઓગસ્ટ 10, 2007

 2. જીતશે તો જીત નહિતર હાર મારી નાખશે…સરસ રચના છે…

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 10, 2007

 3. વેદના, નિઃશ્વાસ ,આંસુ, પ્યાર મારી નાખશે,
  જીદગી સુંદર છે પણ આ ‘ચાર’ મારી નાંખશે.

  પ્રેમીઓ તો બેઉં રીતે પ્રેમમાં થાશે ખુવાર,
  જીતશે તો જીત નહિતર હાર મારી નાખશે.

  saras panktio..!

  ટિપ્પણી by chetu | ઓગસ્ટ 12, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s