"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ- ડૉ.રઈશ મનીયાર

showletter-4.jpg 

સમયનો..  ધૂળ   ડમરીનો    પીછો  કરવાનું   છોડી    દે,
તું    પોતે પથ છે, યાત્રીનો     પીછો કરવાનું     છોડી   દે.

પવનમાં   ઝૂલતી   તું     ડાળખી    છે   પાંખ   કયાં તારી?
ઊડાઊડ      કરતાં   પંખીનો  પીછો   કરવાનું     છોડી   દે.

પ્રથમ   તું     ભીંતરે    એની   જગા  કર, આવશે   એ  ખુદઃ
પ્રતીક્ષા    કર ,   ખુશાલીનો   પીછો   કરવાનું     છોડી   દે.

તને    દોરી    જશે    એ    મારી   ખામીઓ   સુધી   ક્યારેક,
ત્યજી  દે , મારી     ખૂબીનો    પીછો  કરવાનું     છોડી   દે.

ઉદાસીને    તું    જાણી  લે ,     ઉદાસીથી    રહીને    દૂર,
બની    ગમગીન      ગ્લાનિનો  પીછો  કરવાનું     છોડી   દે.
 
તું     રહેશે   સ્થિર  તો બ્રહ્માંડ     તારી     ચોતરફ      ફરશે,
તું     બિંદુ   છે,    સમષ્ટીનો   પીછો કરવાનું     છોડી   દે.

તને    એ    આખરે   તો   લઈ   જશે      મૃત્યુને     દરવાજે,
આ    ધસમસતી     હયાતીનો     પીછો કરવાનું     છોડી   દે.

ઓગસ્ટ 9, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. Like I said before, it is impossible to find single sher of our choice from Raeeshbhai’s any gazal!!

  All of them are excellent!!
  Each sher is a complete poem!!

  ટિપ્પણી by ઊર્મિ | ઓગસ્ટ 9, 2007

 2. સરસ ગઝલ છે.. એમની ગઝલમાં કંઇક મર્મ હોય છે.

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 9, 2007

 3. પ્રથમ તું ભીંતરે એની જગા કર, આવશે એ ખુદઃ
  પ્રતીક્ષા કર , ખુશાલીનો પીછો કરવાનું છોડી દે.

  તને દોરી જશે એ મારી ખામીઓ સુધી ક્યારેક,
  ત્યજી દે , મારી ખૂબીનો પીછો કરવાનું છોડી દે.

  -ખૂબ સરસ વાત….

  સુંદર ગઝલોનો આસ્વાદ કરાવતા રહેવા બદલ ખૂબ આભાર, વિશ્વદીપભાઈ…

  ટિપ્પણી by વિવેક | ઓગસ્ટ 14, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: