અનાદર ન કરો !( Disrespect not..)
કોઈ શ્રદ્ધાનો અનાદર ન કરો , Disrespect not any belief
કોઈ આસ્થાનો અનાદર ન કરો . disrespect not any faith.
એ જ અજવાસ ઈબાદત સહુની, The same effulgence is worshipped by everybody
કોઈ પૂજાનો અનાદર ન કરો ! disrespect not any mode of worship.
ક્યાંક ને ક્યાંક તો પ્હોંચે જ બધા, Each one reaches somewhere, it’s sure,
કોઈ રસ્તાનો અનાદર ન કરો ! disrespect not any path any way.
હો ન ઉત્તર તો પછી મૌન રહો, If there is no answer,(better) be silent,
કોઈ પૃચ્છાનો અનાદર ન કરો ! disrespect not any quest any query.
અંશ એ મુખ્ય કથાનો જ હશે , That is sure to be a segment of the main saga
કોઈ કિસ્સાનો અનાદર ન કરો ! disrespect not any part any small event.
(translated by Narayan Jani)
-રાજેન્દ્ર શુક્લ