"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શા માટે ?-મધુકર રાંદેરિયા

1413.jpg 

લાગે  છે  અવાચક    થૈ    ગઈ    છે   કલબલતી   કાબર બહાર બધે ,
ન્હૈ   તો અહીં  એકી     સાથે  આ   શાયરના    અવાજો      શા માટે ?

આકાશી   વાદળાને    નામે    આ     વાત    તમોને   કહી    દઉં  છું,
કાં   વરસી    લો, કાં    વીખરાઓ, આ    અમથા   ગાજો  શા માટે ?

મારો    તો     ઈરાદો     છે      ખાલી     કવિતામાં   કામણ પૂરવાનો,
ત્યાં     રૂપની   આડે    ઘૂંઘટના    બેઢંગ       રિવાજો       શા માટે ?

આ    જલતી     શમાને     ઠારો ના,  આ     પરવાનાને   વારો   ના,
એ પ્રેમની    પાગલ     દુનિયામાં      વહેવારું     રિવાજો     શા માટે ?

કોઈ     કહેશો     કે  મયખાનાની    શી      હાલત   છે     સાચેસાચી ?
‘પી’ ‘પી’ કહેનારા  બોલે છે ,  આ ‘ પાજો’ ‘પાજો’  શા માટે ?

દફનાઈ   જવાદો       ગૌરવથી  એ     જ્યાં   જનમે    છે  ત્યાં  ને ત્યાં,
આસું    ને     નિસાસાની      કાંધે    મહોબતનો    જનાજો   શા માટે ?

નમન-નમનમાં      હોય      છે  કૈ       વધતો-ઓછો      ફેર     નકી,
ન્હૈં    તો   આ નમેલી  નજરે    અમને   આપ     નવાજો      શા માટે ?

આ     દિલને  તમારે   માટૅ       તો      બચપણાથી   અનામત રાખ્યું છે,
આ     સહેજે      ઉંમરમાં  આવ્યાં    કે      રોજ       તકાજો    શા માટે ?

આ  વાત    નથી        છાની-છપની ,  ચર્ચાય    છે  જાહેરમાં   સઘળે,
શરમાળ    કુસુમને   કહી    દો    કે – ‘મધુકર’  નો મલાજો    શા માટે ?

-મધુકર  રાંદેરિયા
 

Advertisements

ઓગસ્ટ 6, 2007 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

  1. સુંદર રચના…

    આકાશી વાદળાને નામે આ વાત તમોને કહી દઉં છું,
    કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથા ગાજો શા માટે ?

    -સુંદર શેર…

    ટિપ્પણી by વિવેક | ઓગસ્ટ 6, 2007

  2. ===================================================

    વાહ વાહ!
    જયહિંદ કોલેજના સભા ખંડમાં સ્વ.મધુકર રાંદેરિયાના કંઠે આ ગઝલ
    મેં સાંભળી છે.

    ‘આ સહેજ ઉમ્મરમાં આવ્યા ત્યાં રોજ તકાજો શા માટે?’
    અને
    ‘શરમાળ કુસુમને કહી દો મધુકરનો મલાજો શા માટે?’
    આ પંક્તિઓ ઉપર તાળીઓનો ગડગડાટ હજુ પણ મારા
    કાનોમાં ગુંજે છે.

    આ વાંચીને એવું લાગ્યું કે હું જાણે જયહિંદ કોલેજના એ સભાખંડમાં પહોંચી ગયો.
    અને ઉમરના ઊંબરાને વટાવી,ઠેકીને જાણે પાછો અઢારના ખંડમાં પહોંચી ગયો.

    આભાર.
    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

    ===================================================

    ટિપ્પણી by pravinchandra | ઓગસ્ટ 6, 2007

  3. સરસ. શબ્દરચના ગમી.

    ટિપ્પણી by સુરેશ | ઓગસ્ટ 6, 2007

  4. શા માટે….શા માટે….આનો કોઇ અંત જ નથી….સરસ રચના છે…

    ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 6, 2007

  5. આ વાત નથી છાની-છપની , ચર્ચાય છે જાહેરમાં સઘળે,
    શરમાળ કુસુમને કહી દો કે – ‘મધુકર’ નો મલાજો શા માટે ?

    vaah! vaah!

    ટિપ્પણી by hemantpunekar | ઓગસ્ટ 7, 2007

  6. સુંદર રચના છે.

    ટિપ્પણી by shivshiva | ઓગસ્ટ 12, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s