વિશ્વ અંધ છે
આકાશમાં ઊડતું આ પંખી શાંતી શોધે છે, મળશે?
***********************************************
ઈતિહાસને ઊંચકી શકું એવાય સ્કંધ છે,
પણ શું કરું, ઈતિહાસ તો પાનામાં બંધ છે.
ક્લ્પાંત કરતી ક્યારની નિર્વસ્ત્ર દ્રોપદી,
ધૃતરાષ્ટ્રની ક્યાં વાત આખું વિશ્વ અંધ છે.
સાથે રહ્યા છે એટલે સોબત થઈ હશે,
કે આજ તો કાંટા મહીં મોહક સુગંધ છે.
તૂટી જશે ક્યારેક તો એ વાતાવરણમાં.
બહું સાચવીને શું કરો, આખર સંબંધ છે.
તું મોત માંગીને હવે ‘બેદિલ’ કરીશ શું?
જ્યાં જીદગીમાં રોજ મરવાનો પ્રબંધ છે.
-અશોક ચાવડા ‘બેદિલ’ (૨૩-૦૮-૧૯૭૮) જન્મ-ભાવનગર હાલ અમદાવાદમાં છે.
ગઝલસંગ્રહ ‘પગલાં તળાવમાં’
શાંતી શોધવાથી નથી મળતી…શાંતીને મેળવવી પડે છે. બહુ સરસ છે..
ધૃતરાષ્ટ્રની ક્યાં વાત આખું વિશ્વ અંધ છે.
વાહ…સાચી વાત….
ક્લ્પાંત કરતી ક્યારની નિર્વસ્ત્ર દ્રોપદી,
ધૃતરાષ્ટ્રની ક્યાં વાત આખું વિશ્વ અંધ છે.
-સુંદર શેર…
sundar rachnaa ane sundar vaat… abhaar
જેવું શાંતિ શોધવાનું બંધ કરીશું તો ખ્યાલ આવશે કે આપણે એના ખોળામાં જ બેઠા છીએ… 🙂
ક્લ્પાંત કરતી ક્યારની નિર્વસ્ત્ર દ્રોપદી,
ધૃતરાષ્ટ્રની ક્યાં વાત આખું વિશ્વ અંધ છે.
સુંદર શેર…
સાથે રહ્યા છે એટલે સોબત થઈ હશે,
કે આજ તો કાંટા મહીં મોહક સુગંધ છે.
જેવો સંગ, તેવો રંગ!!
સુંદર ગઝલ!