"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચાલ્યો છું

 1401.jpg

બધે  છે રક્તના  ડાઘા  જુવો  ચોમેર  ચાલ્યો  છું;
સડક પર  કેટલીયે   વાર    ઘૂંટણભેર  ચાલ્યો  છું.

કશું   છૂંપું   રહે  ના   એમ  જગજાહેર  ચાલ્યો  છું,
સ્મરણનગરી  કદી  દઈ   એકદમ ખંડેર  ચાલ્યો  છું.

તમારી  જેમ   હું  પણ  એ જ ઉત્તર શોધવા મથતો, 
હું  મારી  જાત  સાથે   કેમ   રાખી  વેર ચાલ્યો  છું. 

ક્યાં   સંબંધથી   પાછો   મને  બોલાવશો    મિત્રો?
હરખ   સાથે  ગળા  નીચે ઉતારી    ઝેર  ચાલ્યો  છું.

અજાણ્યા    જેમ    વર્તે    છે અહીં કોઈ સૌ જાણીતા,
મને  પાક્કી  ખબર  છે આજ   મારે   ઘેર ચાલ્યો  છું.

 -અશોક ચાવડા ‘બેદિલ’
 

ઓગસ્ટ 1, 2007 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: