"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ટુકડામાં !

1408.jpg 

પછી  શોધ્યો  નહિ  જડશે   કોઈ  માનવ આ  દુનિયામાં,
અમે   મરતાં  રહ્યાં      જો  આમ  આશામાં  ને આશામાં.

નીરખવા     રૂપને   સૌદર્યમય     હોવું      ધટે     તેથી,
જૂવો    છે  સૌ      તમારી    આંખના  સુંદર   અરિસામાં.

પ્રતિક્ષા  મહેલમાં    કે       ઝૂંપડીમાં   એક    સરખી   છે,
વિરહ-રાતો    મૂકી     દે     છે     બધાને   એક  કક્ષામાં!

કરો      આનંદની      વાતો      ચમનની  બા’ર બેસી ને,
નથી  રાખ્યું   અમે   કંઈ   પણ    ખિઝાં   માટે  બગીચામાં.

ધરા   ઓછી   પડી   તેથી     ઊડ્યો    છું    આજ આકાશે,
ખબર  એ પણ   હવે   ક્યાં   છે, ગગનમાં છું કે  દુનિયામાં.

હૃદય      તોડી   જમાનાએ    બહુ       ઉપકાર     કીધો છે,
હવે   ક્યાં  છે  ફરક   કંઈ  પણ    જુવો  મુજમાં    ફરિશ્તામાં.

પ્રણય  માગે ,     ફરજ માગે,  ધરા માગે, ગગન માગે,
કહો    કોને      કરું      રાજી    હૃદયના    એક     ટુકડામાં!

હૃદય   સરસી  જૂઓ   ચાંપી   લીધી   આજે  ‘નઝર’  એને,
ગઝલને  મેં    ગણી     લીધી    જીવનસાથીની  ગણનામાં.

-‘નઝર’ તુરાવા
 

Advertisements

જુલાઇ 31, 2007 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. ગઝલને મેં ગણી લીધી જીવનસાથીની ગણનામાં….ખરેખર સરસ છે…મઝા આવી ગઇ…

  ટિપ્પણી by Rekha | જુલાઇ 31, 2007

 2. કહો કોને કરું રાજી હૃદયના એક ટુકડામાં!……
  કહું ?
  ગઝલને જીવનસાથી ગણી,રેખાને તો રાજી કરી દીધી હોં !!!!

  ટિપ્પણી by Devika Dhruva | જુલાઇ 31, 2007

 3. હ્રદયના ટુકડાની વિશાળતા અણકલ્પ્ય છે.

  ટિપ્પણી by pravinash1 | ઓગસ્ટ 1, 2007

 4. ધરા ઓછી પડી તેથી ઊડ્યો છું આજ આકાશે,
  ખબર એ પણ હવે ક્યાં છે, ગગનમાં છું કે દુનિયામાં.

  amazing….. aakhi gazal khub j sundar…

  ટિપ્પણી by કુણાલ | ઓગસ્ટ 1, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s