"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક બાળકીને સ્મશાન લઈ જતાં

21483kuza9gloaf1.gif 

તને    નાનીશીને  કશું   રડવું   ને   શું   કકળવું ?
છતાં    સૌયે   રોયા ! રડી  જ   વડમા  લોકશરમે,
હસી    જોકે    હૈયે  નિજ   ઘર  થકી  કાશ  ટળતાં.

બિચારી    બાનાં   બે    ગુપત   ચખબિંદુય   વચમાં
ખર્યા, સ્પશર્યા  તુંને   નહિ.  યમ સમા ડાઘુજન તે
નિચોવે   શા  કાજે   નયન અમથાં  અન્ય  ઘર ? ને
વિચાર્યુ   હું    જેવે,  મરણ  કૂણું  તે   શીદ રડાવું ?
-છતાં  સૌયે  રોયા   રૂઢિસર ,  દઈ    હાથ  લમણે.

ખભે  લૈને  ચાલ્યા, જરી   જઈ, વળાંકે  વળી  ગયા,
તહીં  ઓટે   તારી    સરખી     વયની   ગોઠળ  દીઠી.
રહી’તી   તાકી   એ, શિર   પર    ચઢીને    અવરને
સૂઈ   રહેવાની   આ    રમત  તુજ  દેખી     અવનવી,
અને   પોતે   ઊંચા   કર  કરી   મથી    કયાંક  ચઢવા;
-અમે  આગે   ચાલ્યા -રમત  પરખી  જૈ    જ   કપરી,

ગળા   પૂંઠે   નાખી    કર , પગ   પછાડી  સ્વર   ઊંચે
ગઈ   મંડી   રોવા. તુજ   મરણથી     ખોટ      વસમી
અકેલીએ    આખા  જગત    મહીં    એણે    જ   વરતી.
અને   રોવું   ન્હોતું   પણ     મુજથી    રોવાઈ  જ  ગયું !

– ઉમાશંકર  જોશી

Advertisements

જુલાઇ 26, 2007 - Posted by | મને ગમતી કવિતા

6 ટિપ્પણીઓ »

 1. સરસ રચના છે…પણ કરુણતા વધારે છે….

  ટિપ્પણી by Rekha | જુલાઇ 26, 2007

 2. કરુણ ગીત…

  ટિપ્પણી by Devika Dhruva | જુલાઇ 26, 2007

 3. જીવનના અનેક રંગો ! એમાનો એક કરૂણા ભર્યો રંગ એ પણ એક જીવનની વાસ્તવિકતા!

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | જુલાઇ 26, 2007

 4. ખુબ જ દર્દ ભરી રચના…

  ટિપ્પણી by chetu | જુલાઇ 26, 2007

 5. Khub j saras

  ટિપ્પણી by Rajiv | જુલાઇ 27, 2007

 6. નાની બાળકી જાય એ ઘણુ દર્દનાક લાગે.

  ટિપ્પણી by pravinash1 | જુલાઇ 28, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s