"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઉભા છે મજારો-‘સાલિક’ પોપટિયા

800px-castiglioncello21.jpg 

જવાનીમાં   તૂટી   ગયો   છું  અકાળે,
હું   સંજોગોના    કંઈ    ઝીલી પહારો;
છતાં   સાંત્વન  મેળવી     હું  લઉં છું,
છે   મારી સમા  આ  જગતમાં હજારો.

યુવાનીની    મારી  વંસતો     લુંટીને,
ગયું  કોઈ   પીંખી   જીવન-વાટીકાઓ;
ધરા પર  સુમન  થઈ પમરી શક્યો ના,
પછી  થાઉં   ક્યાંથી  ગગનો  સિતારો ?

નથી    લભ્ય  થાતું  મને જે  જીવનમાં,
મળી જાય   છે   એ  મને   કલ્પનામાં ;
ધરા     વાસ્તવિકતાની     છોડી    કરું છું
કદી      કલ્પનાના   ગગનમાં   વિહારો.

જગત  તો    ખરું   કિંતુ    વેરાનમાં પણ
અમીરી-ગરીબીના      ભેદો   છે   બાકી;
કબર    કોઈની     છેક  તૂટી   ગઈ   છે,
કોઈની   કબર પર   ઉભા   છે    મજારો.

નિરાશા    હૃદયને  છો    ડસી   રહી  છે,
ભલે  ચાલ   પલટે   ગ્રહો    ભાગ્ય   કેરા;
મને  એક    શ્રધ્ધા   છે  કિન્તુ  જીવનમાં;
નિશાઓની  પાછળ     ઊગે   છે  સવારો.

કે     મંઝીલ   ઘણી  દુર   છે  દૂર માનવ!
ન   સમજે  અનાદિ  જીવનનાં   તું   ભેદો;
મરણ      તું    કહીને  વગોવે     છે  એને,
જે     થાકીને  પંથી  કરે    છે       ઉતારો.

સુમન  જેમ   સૌરભ    પ્રસારીને   ‘સાલિક’
ઘડીભર    એ    આકાશે      વેરીને   ઉલ્કા;
ગગનથી   જે  તૂટી  રહ્યો      છે  ધરા  પર,
રખે   હોય     એ  મારા    કિસ્મતનો  તારો.

-‘સાલિક’ પોપટિયા

Advertisements

જુલાઇ 25, 2007 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

  1. બહુ સરસ રચના છે…મઝા આવી ગઇ….

    ટિપ્પણી by Rekha | જુલાઇ 25, 2007

  2. A beaytiful nazam.
    Thanks

    wafa

    ટિપ્પણી by Mohammedali'wafa' | જુલાઇ 25, 2007

  3. કબર કોઈની છેક તૂટી ગઈ છે,
    કોઈની કબર પર ઉભા છે મજારો.

    મને એક શ્રધ્ધા છે કિન્તુ જીવનમાં;
    નિશાઓની પાછળ ઊગે છે સવારો.

    These four lines are absolutely beautiful! Please keep on
    writing poems like this ! The flow of words, sentiments and emotions expressed are truly enjoyable!

    Congratulations and Best Wishes,

    Dinesh O. Shah, Ph.D.

    ટિપ્પણી by Dr. Dinesh O. Shah | જુલાઇ 26, 2007

  4. Salik Popatia was a Great Gujarati Poet in Pakistan. Unfortunately he dyed at the age of 31.

    ટિપ્પણી by Rasik Meghani | જુલાઇ 28, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s