તું સુખી મારા વાસમાં-‘બદરી’ કાચવાળા
ન ઝટ્કો જુલ્ફ સે પાની,
યે મોતી તૂટ જાયેગા,
તૂમ્હારા કુછ ન બિગડેગા,….( મગર)
હમારા દિલ તૂટ જાયેગા!
***********************************************
સંતાય રહેશે ક્યાં સુધી તું મારા વાસમાં?
તુજને હું જોવા ચાહું છું ,તારા અસલ લિબાસમાં.
દિલને મારું ભગ્ન તેં કર્યુ, હાય તેં શો ગજબ કર્યો?
પંથનો હું દિપક હતો, તારા જીવન વિકાસમાં.
ધર્મ ને કર્મજાળમાં મુજને હવે ફસાવ ના,
મુજમાં તું ઓતપ્રોત છે, હું તારા શ્વાસે શ્વાસમાં.
દર્શનની લાલસા મને , ભક્તિની લાલસા તને,
બોલ હવે છે ક્યાં ફરક , તુજમાં ને તારા દાસમાં?
તું તો પ્રકાશપુંજ છે , મુજને તો કંઈ પ્રકાશ દે,
ભટકું છું હું તિમિર મહીં , લઈજા મને ઉજાસમાં.
મુજને નથી કાં સ્પર્શતાં તારાં અભયવચન બધાં,
પૂરાં કરીશ તું બધાં, તું તારાં સ્વર્ગવાસમાં?
તારુંય દિલ વિચિત્ર છે, તારો સ્વભાવ છે અજબ,
કેમ રહે છે દૂર દૂર , રહીને તું આસપાસમાં.
મારો જગત નિવાસ છે, તારો નિવાસ મુજ હૃદય,
હું તારા વાસમાં દુઃખી, તું સુખી તારા વાસમાં?
-‘બદરી’ કાચવાળા