"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

jagan-naath-mandir.jpg 

 ફોટોઃ “ગુજરાત સમાચાર”

જગન્નાથ-મંદીરનું રક્ષણ કરવા ભારતિય લશ્કરના યુવાનો  ભરી બંદૂકે ઊભાછે..ભક્તોની સંખ્યા કરતાં,રક્ષકોની સંખ્યા વધારે દેખાય છે.ઈશ્વરનું સ્થાન પણ સલામત નથી?

(મંદીરની સુરક્ષા કરતા  બંદુકધારી સૈનિકને જોઈ સ્ફુરેલ કાવ્ય.)

*****************************************************************

જગના કહેવાય નાથ જે જગન્નાથ-મંદીરમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

શરણ માંગુ જેનું નિશદિન  હર દુઃખમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

ભક્તોની ભીડ-ભાંગે જે હર-પળમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

દૂશ્મન જેને જોઈ જાય ભાગી પળમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

કોણ કોનું રક્ષણ કરે પ્રભુ આ જગતમાં?
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

સુદર્શન-ચક્ર ક્યાં આજ થંભી ગયું તારા હાથમાં?
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

Advertisements

જુલાઇ 18, 2007 - Posted by | સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

 1. અરે…ભગવાન કેવી છે તારી માયા…તારા જ બનાવેલ માનવી તારી રક્ષા કરે….મન એક ગીત યાદ આવે છે..દેખ તેરે સંસારકી હાલત ક્યા હો ગઇ ભગવાન…..

  ટિપ્પણી by Chetna Shah | જુલાઇ 18, 2007

 2. અરે જગના તારણહાર આંખે છલકી ઉઠયા દીઠા
  તું કરે રક્ષા તારી રક્ષા કાજ આજે બંદુકધારી ઉભા

  ટિપ્પણી by pravinash1 | જુલાઇ 19, 2007

 3. આ શું ભગવાનની પણ રક્ષા કરવી પડે છે… માનવજાતથી તો ભગવાન પણ સુરક્ષિત નથી એમ લાગે છે… બિજાને સલામત રાખતો ભગવાન ખુદ સલામત નથી તેવું લાગે છે.

  ટિપ્પણી by નીરજ શાહ | જુલાઇ 19, 2007

 4. અરે…ભગવાન કેવી છે તારી લીલા…માનવીને તારી રક્ષા કરવી પડે છે…તો આ લાચાર માનવીની રક્ષા કોણ કરશે…

  ટિપ્પણી by Rekha | જુલાઇ 19, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s