"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મુજથી રોવાયું નહીં-બરકત વીરાણી ‘બેફામ’

funny-pict-10.jpg 

આધુનિક વૈજ્ઞાનિક યુગમાં કરતાં   નવા નવા પ્રયોગો અને તુક્કા લગાડવા જતા સિંહ જો કાંગારૂ બની જાયતો તે કેવો લાગે?

******************************************************************

સંકુચિત  માન્યો   મને  એને  એ સમજાયું  નહીં,
દિલ તને   દીધા  પછી  દુનિયાને  દેવાયું   નહીં.

મેં   કર્યો  એક જ   સ્થળે  ઊભા રહીને  ઈન્તેજાર,   
એટલે   તારા  સુધી   મારાથી   પહોંચાયું   નહીં.

આપનો   પરદો   વિરહની રાતના    જેવોજ   છે, 
આપને    જોતો  રહ્યો   ને   કાંઈ  દેખાયું    નહીં. 

થઈ  ગયો  કુરબાન  હું તો  આ જગતમાં કોઈ પર.
મોત  આવે   ત્યાં  સુધી   મારાથી  જિવાયું   નહીં.

જેને   દર્શાવ્યું   મેં,  એણે    ફેરવી  લીધી  નજર,
મારી  એકલતાનું     દુઃખ   કોઈથી  જોવાયું   નહીં.

સાથ    મારા   શત્રુનો    લેવો   પડ્યો  એ  કાર્યમાં,
મારે     હાથે  તો    જીવન  મારું   મિટાયું     નહીં.

મારું    જીવનકાર્ય    મિત્રોએ   કર્યુ   મરવા    પછી,
સૌ   રડ્યા  ‘બેફામ’  જ્યારે   મુજથી  રોવાયું નહીં.

-બરકત વીરાણી ‘બેફામ’

                

Advertisements

જુલાઇ 17, 2007 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. થઈ ગયો કુરબાન હું તો આ જગતમાં કોઈ પર.
  મોત આવે ત્યાં સુધી મારાથી જિવાયું નહીં.

  very nice..!!!!!!!

  ટિપ્પણી by chetu | જુલાઇ 17, 2007

 2. મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઇન્તેજાર, એટલે તારા સુધી મારાથી પહોચાયું નહીં…આ બેફામની સરસ ગઝલ છે.

  ટિપ્પણી by Rekha | જુલાઇ 17, 2007

 3. મારું જીવનકાર્ય મિત્રોએ કર્યુ મરવા પછી,
  સૌ રડ્યા ‘બેફામ’ જ્યારે મુજથી રોવાયું નહીં.

  બેફામ એટલે બેફામ. બહુ જ સરસ .

  ટિપ્પણી by સુરેશ જાની | જુલાઇ 17, 2007

 4. Have you ever thought–Where does baby Kangaroo goes bathroom?-In its bedroom.

  ટિપ્પણી by Harnish Jani | જુલાઇ 17, 2007

 5. 5 DIL NE TOUCH KARI JAY EVI SHAILY CHHE

  LAGE CHHE KAHANI HAR EK DILNI CHHE

  BAHOT ACHCHHI LAGI

  ટિપ્પણી by REKHASDEDHIA | જુલાઇ 17, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s