"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ -‘નાશાદ’

 showletter5.jpg

ફરતું બધે પાણી, વચ્ચે વહેતા વાહન,એની પર માલ-સામાન,
કોઈ       તો      બચાવો     બાપલા, ઉપર     હસતું        આસમાન!

 ***************************************************

સંતાપ   શુષ્ક   ચહેરે  અચાનક   મળ્યો    હશે;
ઈચ્છાનો  સર્પ  પાછો   જરી    સળવળ્યો   હશે.

દરિયો    અકારણે   તો   નહીં    ખળભળ્યો  હશે,
ધરતી   ધ્રૂજી    હશે   કે   હિમાલય   ચળ્યો હશે.

કારણ    બન્યું    શું   રાતે     સતાવે   ઉજાગરો,
સૂરજ   કદાચ     સાંજના   વ્હેલો   ઢળ્યો    હશે.

મારી   નિકટ   ભલે  એ     વ્યથાનો  વિષય રહ્યો,
સ્વપ્નાનો     આ   જુગાર   કોઈને   ફળ્યો    હશે.

હોઠોનું    દંભી     હાસ્ય    પચાવી    શક્યો  નહીં,
મારા      હ્રદયનો   ભાવ  અરીસો    કળ્યો   હશે.

‘નાશાદ’   કોણ    દોરે   છે     પંથ અંધકારમાં,
સંભવ  છે     બારસાખે  દીવો      ઝળહળ્યો   હશે.

-નાશાદ( ૧૫-૦૫-૧૯૪૯) મુળનામ ગુલામઅબ્બાસ એડનવાલા.
વડોદરામાં રહે છે.’ગુંજારવ ‘, ‘અણસાર’ કાવ્ય સંગ્રહ
.

જુલાઇ 12, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: