"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-મોમિન

funlok_com_51.jpg 

ગણ્યા  ગણાય નહી, વિણ્યા  વિણાય  નહીં, તોય  નાનીસી કારમાં  આટલાં બધા સમાય!

***********************************************************************

એ   મયકદામાં    જેઓ  કદાપિ    ગયા    નથી ;
તેઓ     કહે     છે સાકીના  દિલમાં    દયા નથી.

ઉપહાસ    સ્મિતમાં  એ   હશે    કે   હશે   સ્વિકાર,
ખુશ્બૂ    પરખવી   દ્રષ્ટિથી     સ્હેલી   કળા   નથી.

એ    તર્ક   હો   કે કલ્પના ‘જ્યાં ધૂમ્ર છે ત્યાં આગ’
અશ્રુ   નયનમાં   છે   ને  હ્ર્દયમાં      વ્યથા નથી.

સાકી     કહે   છે    એવા     શરાબીને  સો  સલામ,
આંસુ     ભરે     છે જામમાં    જ્યારે   સુરા    નથી.

નિષ્ફળ     જીવનમાં    કોને    ગણું  કોને   કામયાબ,
નૌકા    ડૂબે    છે   ત્યાં    બધે  કારણ   હવા   નથી.

સમજાવું     શી    રીતે      હું પ્રણયના બધા  પ્રસંગ ,
આ   દિલ   બળી  રહ્યું  છે  ને બળતી   હવા     નથી.

‘મોમિન’ ઊભું    છે દ્વાર  પર   આ    કોણ   ક્યારનું,
‘આવો’    કહ્યું  તો કહે   છે   એ ‘અંદર જગા નથી.

-મોમિન-(૧૮૮૨-૧૯૪૧)

Advertisements

જુલાઇ 11, 2007 - Posted by | ગમતી ગઝલ

8 ટિપ્પણીઓ »

 1. ખુબ સુંદર ગઝલ છે…પિકચર પણ સરસ લઇ આવ્યા છો.

  ટિપ્પણી by Rekha | જુલાઇ 11, 2007

 2. PIcture– They are all running away from their Mother-In-Laws.(I hpe my wife wont read my comment)

  ટિપ્પણી by Harnish Jani | જુલાઇ 11, 2007

 3. nice picture and also gazal is good.

  ટિપ્પણી by sagarika | જુલાઇ 11, 2007

 4. khub sars chhe.fari fari manan karvanu man thay chhe. Matrubhasa prem joy gadgadit thyo chhu. AABHAR. . .KHUB KHUB AABHAR.

  ટિપ્પણી by Vraj Dave | જુલાઇ 11, 2007

 5. શું સુંદર દર્દ સભર ગઝલ છે.એક શેર પર તઝમીન કરવાનું મન થઇ ગયું.

  તઝમીન_વફા

  દિલથી કહું એની સુરાહીને સો સલામ.
  એની નજર ની એ પયાલીને સો સલામ.
  એના હ્રદય ગુલની ગુલાબી ને સો સલામ

  સાકી કહે છે એવા શરાબીને સો સલામ,
  આંસુ ભરે છે જામમાં જ્યારે સુરા નથી.

  _મોહંમદઅલી ‘ વફા’

  ટિપ્પણી by Mohamedali'wafa' | જુલાઇ 11, 2007

 6. ‘મોમિન’ ઊભું છે દ્વાર પર આ કોણ ક્યારનું,
  ‘આવો’ કહ્યું તો કહે છે એ ‘અંદર જગા નથી.

  khub sundar….. amazing….

  ટિપ્પણી by કુણાલ | જુલાઇ 12, 2007

 7. સુંદર રચના…

  ટિપ્પણી by વિવેક | જુલાઇ 12, 2007

 8. I like it

  ટિપ્પણી by Shah | જુલાઇ 23, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s