"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-મોમિન

funlok_com_51.jpg 

ગણ્યા  ગણાય નહી, વિણ્યા  વિણાય  નહીં, તોય  નાનીસી કારમાં  આટલાં બધા સમાય!

***********************************************************************

એ   મયકદામાં    જેઓ  કદાપિ    ગયા    નથી ;
તેઓ     કહે     છે સાકીના  દિલમાં    દયા નથી.

ઉપહાસ    સ્મિતમાં  એ   હશે    કે   હશે   સ્વિકાર,
ખુશ્બૂ    પરખવી   દ્રષ્ટિથી     સ્હેલી   કળા   નથી.

એ    તર્ક   હો   કે કલ્પના ‘જ્યાં ધૂમ્ર છે ત્યાં આગ’
અશ્રુ   નયનમાં   છે   ને  હ્ર્દયમાં      વ્યથા નથી.

સાકી     કહે   છે    એવા     શરાબીને  સો  સલામ,
આંસુ     ભરે     છે જામમાં    જ્યારે   સુરા    નથી.

નિષ્ફળ     જીવનમાં    કોને    ગણું  કોને   કામયાબ,
નૌકા    ડૂબે    છે   ત્યાં    બધે  કારણ   હવા   નથી.

સમજાવું     શી    રીતે      હું પ્રણયના બધા  પ્રસંગ ,
આ   દિલ   બળી  રહ્યું  છે  ને બળતી   હવા     નથી.

‘મોમિન’ ઊભું    છે દ્વાર  પર   આ    કોણ   ક્યારનું,
‘આવો’    કહ્યું  તો કહે   છે   એ ‘અંદર જગા નથી.

-મોમિન-(૧૮૮૨-૧૯૪૧)

જુલાઇ 11, 2007 Posted by | ગમતી ગઝલ | 8 ટિપ્પણીઓ

   

%d bloggers like this: