"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આપની તલવાર

28is41.jpg 

નથી   ભૂલ્યો   તમારાં    દ્વાર  આ     પગથારને  પૂછો;
અમારી     સાધના    માટે   તમારા       દ્વારને  પૂછો.

અરે   આ    પ્રશ્ન       કેવો ?  જિગર  કેવું  અમારું છે,
અમોને  શું     પૂછો   છો? આપની   તલવાર ને  પૂછો.

અમારાથી  તમોને  પ્યાર  છે એ   વાત   સાબિત    છે,
તમારા   આ    વદન  પરના  બધા   અણસારને  પૂછો.

અમે  મઝા   માણી   કેવી    પ્રણય, આંધી, તૂફાનોની
કિનારાથી   જઈ  આઘે     જરા    મઝધારને      પૂછો.

અમારા પર   કરી    જુલ્મો  તમે   પણ  ચોટ  ખાધી છે,
જઈ   દર્પણની  સામે    આપના     દિદારને      પૂછો.

તમારા   નામની     નિશદિન   કરી   છે   સાધના કેવી,
જરા    છોડી  તમે   આ   ઉર-વીણાના  તાર    ને પૂછો.

અમેતો    આગ   જેવી   આગને   પોષી   છે આ દિલમાં,
સરી   જાતી   નયનથી     ઊની     અશ્રુધાર   ને પૂછો.

મિલનમાં    કે     જુદાઈમાં    મજા    કેવી    સમાઈ છે,
કો’    દિપને,    પતંગાને ,  ગુલોને, ખારને પૂછો.

મિલન   કેરી     ઊતાવળનું   મને   પૂછો   નહિ ‘નાઝિર’
હ્ર્દયની    વાત   છે    માટે     હ્ર્દય-ધબકાર ને   પૂછો.

-નાઝિર દેખૈયા

Advertisements

જુલાઇ 9, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. જઇ દર્પણની સામે આપના દિદારને પુછો….સરસ વાત કહી…દર્પણ તમને હંમેશા સાચી જ વાત કહેશે….

  ટિપ્પણી by Rekha | જુલાઇ 9, 2007

 2. ખૂબ સુંદર ગઝલો શોધી લાવો છો, વિશ્વદીપભાઈ…. આભાર…

  ટિપ્પણી by વિવેક | જુલાઇ 10, 2007

 3. Meeraji ki do pankti yaad aa gayi

  ERI MAIN TO PREM DIWANI

  MERA DARD NA JANE KOY

  ટિપ્પણી by REKHASDEDHIA | જુલાઇ 24, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s