"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જુલાઈ-૦૭..ઈશ્વરે આપેલ ફળ..’આશિષ”

આજનો દિવસ અમારા માટે ફળદાઈ, આશિષરૂપ અને ગૌરવવંતો દિવસ.ત્રીસ વર્ષ પહેલા અમેરિકામાં શિકાગો શહેરમાં હજું નવા નવા નિશાળીયા, નવો દેશ,   એપાર્ટમેન્ટમાં નવા, નવા સ્થાઈ થયા હતાં, અમેરિકાની ધરતી પર પગ મૂક્યા  દોઢ વરસનો ટૂંકો ગાળો, ઘણું શિખવાનું બાકી હતું,   આ અજાણી ભોમ પર ,જુલાઈ,૦૭,૧૯૭૭નો દિવસ હતો,વ્હેલી સવારે  રેખાને લેબર શરૂ થયું. જલ્દી, જલ્દી  મિત્રોની સલાહ મુજબ  ડાયપર બેગ તૈયાર હતી એ લઈ ગાડીમાં બેસી ગયાં! રેખાને સખત પેઈન હતું, હું પણ બે-બાકળો! પહેલી  ડીલીવરી પિયર  થઈ હતી એટલે આ બીજી ડિલીવરીમાં આપણાને કશું ભાન ન પડે!

             શિકાગોની વાઈસ મેમોરિયલ( લેક-શૉર )હોસ્પિટલ માં માંડ, માંડ પહોંચ્યાં, નર્શ આવી , વ્હિલ-ચેરમાં રેખાને બેસાડી સીધી લેબર-રુમમાં લઈ ગઈ.. તેમના કહેવા મુજબ વૉટર-બેગ રસ્તામાંજ ફૂટી ગઈ હતી તેથી  બેબી આવવાની તૈયારી! ત્યાં મને ખ્યાલ આવ્યો કે મારી કારની ચાવી કારમાં રહી ગઈ છે! શું કરવું ? કાર પણ ચાલું રહી ગઈ હશે?
રેખાને નર્શને હવાલે! હું હોસ્પિટલમાંથી નીચે આવ્યો..સિક્યોરિટી-ગાર્ડને પૂછ્યું કે મને મદદ્ કરી શકે ? કાર પાસે ગયાં. કાર ચાલું હતી ! સિક્યોરઇટીની મદદ તો ના મળી! ચેતવણી મળી કે કાર ચાલું રહેશે તો એન્જીન બળી જશે! નવા , નવા એટલે એમનું સુચન માન્યું , ગભરાઈ ગયો! કારનું   એન્જીન  બળી જશે તો! વધારાની ચાવી ઘેર હતી! આ કારની ચિંતામાં ઘેર તરફ, બસ લીધી ધીરી લાગી, ટેક્ષી લીધી  ધીરી લાગી!  ચાલવા માડ્યો,  ઘેર આવી ચાવી લીધી ,પાછો હોસ્પિટાલમાં,કાર ખોલી, કાર બંધ કરી!  આ સમયમાં રેખાએ  બાબાનો જન્મ આપી  દીધો હતો! રેખાએ કહેલી ઘટાનાં મુજબ, બાબાના જન્મબાદ નર્શે બાબાને તેણીના પડખામાં મૂક્યો! પણ રેખા એ નર્શને એક સવાલ વારંવાર પૂછ્યોકે મારા હસબન્ડ ક્યાં છે? નર્શને પણ ખબર નહોતી! રેખા નિરાશ થઈ! એજ સમયે કોઈ બીજી  ગુજરાતી બેનનું નામ રેખા હતું તેણી એ બેબી-ગર્લનો જન્મ આપેલ તેથી મારી પત્ની રેખાએ માની લીધું કે આ નામના ગોટાળામાં મે ગર્લ આવી એ માની હું અપ્સેટ થઈ જતો રહ્યો હઈશ!( માનવીને હંમેશ અને સૌથી પહેલા વિચારો ખરાબ(નેગેટીવ) આવતાં હોય  છે).. હકીકત જુદી હતી!
             હું હોસ્પિટલ પહોંચ્યો, પ્રથમ ડોકટર મળ્યા, મને  અભિનંદન આપ્યાં! નર્શ મળી અને કહ્યું કે તમને ખબર છે કે આજ ૭મી તારિખ બહૂજ નસિબવંતી ગણાય છે! તેમજ ૦૭/૦૭/૧૯૭૭ સો વરસે એકજ વાર આવેછે! મને આ કશી ખબર નહોતી! સિધ્ધો રેખાના રૂમમાં પહોચ્યો, રેખાના મોં પર થોડો ગુસ્સો અને હર્ષન આસું  બન્ને જોયા! દિકરા! આશિષને જોઈ આનંદ-ઉંમંગ સાથે વ્હાલનું  ચુંબન પહેલું રેખાને પછી આશિષ ને આપી, વિતેલ ઘટના લેશ માત્ર મનમાં ન રહીં! પણ રેખા એ મને માફ તો જરૂર કરી દીધો! પણ એ વખતે મે કરેલી ભુલ એ ભુલી નથી શકતી..”માફ કરવું સહેલું છે! ભુલવું માનવી માટૅ બહુંજ અઘરું છે ! મારો દિકરો આશિષ ૦૭/-૭/૦૭૭, ૭.૩૦ વાગે , ૭.૦૬ (પાઉન્ડ) અને  ભારતમં પણ  સાતમના દિવસે જન્મ! અમારા માટે આ એક  સોનેરી સિવસ હતો અને આજ પણ છે..આજ એ શિકાગોની હોસ્પિટલમાં બાળકોના ડૉકટર તરીખે ફરજ બજાવે છે અને સાથે સાથે બાળકોના ફિલ્ડમા જી/આઈ
માં સ્પેશ્યલટી કરે છે. ત્રીસ વરસના વાણા સુખ-દુઃખના સહારે ક્યાં વીતી  ગયાં  ખ્યાલ પણ ન રહ્યો!  બેટા આશિષ  તારા આ સોનેરી જન્મ દીને અમારી ખુબ ખુબ  જન્મની બધાઈ!
   ‘આશિષ’ને આશિષ આપતાં આજ હૃદય  હરખાય છે,
    સાત,સાત, સાતના સોનેરી દિન આજ મલકાય છે,
    યશ ,કિર્તિ, આયુના સ્વસ્તિકો રચાય તુંજ આંગણે,
    યૌવન તણી કુંજગલી મહીં હરખતી કોયલ મલકાય છે.

Advertisements

જુલાઇ 7, 2007 - Posted by | સ્વરચિત રચના

8 ટિપ્પણીઓ »

 1. Congratulations–To Barad Family

  ટિપ્પણી by Harnish Jani | જુલાઇ 7, 2007

 2. અભિનંદન

  આશિષને અને આખા બારડ ફેમીલીને

  વિજય અને રેણુ

  ટિપ્પણી by vijayshah | જુલાઇ 7, 2007

 3. I wish you a Happy B’Day
  And
  Many many happy return of the day.
  dear Aashish

  ટિપ્પણી by pravinash1 | જુલાઇ 8, 2007

 4. Belated Happy Birthday to Ashish

  ટિપ્પણી by shivshiva | જુલાઇ 9, 2007

 5. જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ….

  શુભેચ્છાઓ…

  ટિપ્પણી by વિવેક | જુલાઇ 9, 2007

 6. આશિષભાઇને જન્મદિનની ખૂબ ખૂબ વધાઇ.
  આપનો સ્વાનુભવનો લેખ અને સૂક્ષ્મ સંવેદનાઓ બદલ આભાર.

  ટિપ્પણી by પંચમ શુક્લ | જુલાઇ 9, 2007

 7. આજે લાંબા સમય બાદ ફરી એકવાર નેટ જગતમાં પ્રવેશી છું ત્યારે આ પહેલો લેખ વાંચ્યો.સુંદર અને શુભ વાતથી શરૂઆત થઇ.ખૂબ સરસ વાત..સરસ રીતે. મોડા મૉડા પણ આશિષભાઇને દિલની હાર્દિક શુભેચ્છાઓ પહોંચાડશો ને અમાર વતી ?
  મારો હાર્દિક પણ આજે શિકાગોની હોસ્પીટલમાં જ છે.

  ટિપ્પણી by nilam doshi | જુલાઇ 10, 2007

 8. Blated Happy BDAY to Ashishbhai..

  ટિપ્પણી by chetu | જુલાઇ 11, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s