"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ- હિતેન આનંદપરા

att9705111.jpg 

 બેસી    નિરાંતે    બે    ઘડી   પૃથક્કરણ   કરતા    રહો;
જે    પણ મળે  સારું  સતત  એને    ગ્રહણ   કરતા  રહો.

એ ભ્રમ  કદી ના પાળવો , આકાશ   અહીંથી  અહીં સુધી,
ક્ષિતિજ   કંઈ  સીમા નથી  જો     વિસ્તરણ   કરતા  રહો.

જેની    ઉપર  ના    હક    હતો, ના  છે  ન બનાવો કદી,
મનમાં   નિરંતર એ   જ   વ્યક્તિનું  સ્મરણ    કરતા  રહો.

આ    પ્રેમ    નામે     ગ્રંથોનો   ફેલાવ    વધવો  જોઈએ,
જો   પ્રત   કદી    ખૂટી પડે   તો     સંસ્કરણ  કરતા  રહો.

આ   પિંડ    ફરતે   રક્ત-અસ્થિ  પર ત્વચા, પર  વસ્ત્ર છે,
અહીંયા   તો     પહેલેથી     રૂઢી  છે   આવરણ  કરતા રહો.

એ   નામ   લખવાનું  અગર   મુમકિન  નથી   તો કંઈ નહીં,
ખાલી   જગાના    બેય   છેડે      અવતરણ   કરતા    રહો.

-હિતેન આનંદપરા(૨૭-૦૭-૧૯૬૮) જન્મ મુંબઈ.’સૂર્યનું પ્રથમ કિરણ’ કાવ્યસંગ્રહ.એકાંતમાં  માણવી ગમે  એવી  આ કવિની ગઝલો અને ગીતોની સૃષ્ટી છે. ‘ઈમેજ’ની મુંબઈ ઓફીસ સાથે  સંકળાયેલા.સ્વસ્થ રીતે કાવ્યને રજૂ કરવાની ત્રેવડ. વિના  સંકોચે જૂના સર્જકોને કહી શકે  ”
‘ નવા સર્જકને ત્રાંસી આંખથી  જૂવે જૂના સર્જક,
  ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતાં.
 

Advertisements

જુલાઇ 6, 2007 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
  ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.

  -સુંદર શે’ર…

  ટિપ્પણી by વિવેક | જુલાઇ 6, 2007

 2. બહુ જ સુંદર ગઝલ છે….સવારમાં આવી ગઝ વાંચીને આખો દિવસ સરસ જાય છે.

  ટિપ્પણી by Rekha | જુલાઇ 6, 2007

 3. જુનુ જ માત્ર સોનુ છે એમાં રાચશો નહીં
  ખુલ્લા મને નવિન ને અપનાવતા રહો

  ટિપ્પણી by pravinash1 | જુલાઇ 7, 2007

 4. સરસ ગઝલ !

  ટિપ્પણી by ધવલ | જુલાઇ 16, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s