"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મોતીનાં તોરણ-શયદા

64588446ow51.jpg 

જાશું,   જઈને   મોતથી    પંજો     લડાવશું;
મળશે  સમય   તો આપની  મહેફીલમાં  આવશું.

તમને  અમારી   આંખની    કીકી      બનાવશું,
એમાં    અમારા   પ્રેમની     વસ્તી   વસાવશું.

નયનોને   દ્વાર   અશ્રુનાં   બિંદુ   જો    આવશે,
પાપણમાં   ટાંકી   મોતીનાં   તોરણ   બનાવશું.

અપમાન  સાથ કાઢો  છો ઘરમાંથી   આજ પણ,
આસું    બનીને   આપની    આંખોમાં   આવશું.

નાદાન     શત્રુઓ  અને    નાદાન   સ્નેહી ઓ,
ઓ   જીવ,  જીવવાની   મજા   ક્યારે લાવશું.

આવી    જુઓ  તો    આપને  સત્કારવાને  કાજ,
બીજું    નથી   જો કાંઈ  તો   આંખો   બિછાવશું.

‘શયદા’ જીવન-રમત મહીં એ પણ ખબર નથી,
શું     શું ગુમાવી દીધું   છે- શું     શું  ગુમાવશું?

-શયદા

જુલાઇ 5, 2007 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: