"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રસ્તા કરી રહ્યો છું

red_fairy2.gif 

ના    હું  અમસ્તો    જળમાં   લીટા  કરી   રહ્યો   છું,
રત્નોને      શોધવાના     રસ્તા      કરી     રહ્યો છું.

વર્ણન    નથી    કરતો    હું  આદમના  અવગુણો ને,
મારી જ   જીભે   મારી   નિંદા    કરી     રહ્યો     છું.

ઉપદેશ    ઈશ     કેરો      આપું    છું   નાસ્તિકો ને,
પથ્થર    જો     થઈ શકે    હીરા     કરી    રહ્યો છું.

સમજીલો      કેટલી  આ      દુર્ભાગી    પળ  હશે  કે
જીવનના    શ્વાસને  પણ  અળગા   કરી   રહ્યો    છું.

એ    રીત    થી  ઉડાવ્યાં  આજે    કદમ મેં ‘નાઝિર’
ધરતીથી     જાણે     છુટા     છેડા  કરી     રહ્યો  છું.

‘નાઝિર’   પ્રદક્ષિણા    એ     ઘરની  નથી   કરતો,
કિન્તું   સફળ    જીવનના    ફેરા   કરી     રહ્યો     છું.

-નાઝિર દેખૈયા

જુલાઇ 2, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: