"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કેવા રમતા રામ હતા!

21461gxeauos7fd1.gif 

ખૂશ્બુમાં  ખીલેલ  ફૂલ   હતા   ઊર્મિમાં  ડૂબેલા  જામ   હતા;
શું   આંસુનો  ભૂતકાળ   હતો – શું   આંસુના પણ નામ હતાં.

થોડીક   શિકાયત    કરવી’તી     થોડાક ખૂલાસા કરવા’તા,
ઓ   મોત જરા રોકાઈ જતે – બે  ચાર   મને પણ કામ હતાં.

હું   ચાંદની   રાતે   નિકળ્યો’તો  ને  મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ  મંઝિલ  પણ મશહૂર હતી-કંઈ  રસ્તા પણ બદનામ  હતાં.

જીવનની   સમી   સાંજે   મારે   જખ્મોની    યાદી  જોવી’તી,
બહુ  ઓછા પાનાં જોઈ  શક્યો  બહુ   અંગત અંગત  નામ હતાં.

પેલા   ખૂણે    બેઠા   છે     એ “સૈફ” છે    મિત્રો જાણો  છો ?!
કેવો  ચંચલ   જીવ    હતો  ને     કેવા    રમતા  રામ   હતાં.

-“સૈફ” પલનપુરી

જૂન 23, 2007 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. Read his profile at –
  http://sureshbjani.wordpress.com/2007/02/22/saif_palanpuri/

  ટિપ્પણી by સુરેશ જાની | જૂન 23, 2007

 2. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
  બહુ ઓછા પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

  -ઉત્તમ શેર…

  ટિપ્પણી by વિવેક | જૂન 25, 2007

 3. I like to this gazal on radio

  ટિપ્પણી by shivshiva | જૂન 30, 2007

 4. i mean I like to hear this gazal on the radio

  ટિપ્પણી by shivshiva | જૂન 30, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s