વારતાના અંતમાં
એક માણસ હારવાનો વારતાના અંતમાં;
હું દિલાસો આપવાનો વારતાના અંતમાં.
સોળ આના સાવ સાચી વાત લઈ ને આવજો,
હું પુરાવો માગવાનો વારતાના અંતમાં.
પાનખરની કેટલી થઈ છે અસર એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં.
હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો વારતાના અંતમાં.
કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણાવા,
રાત આખી જાગવાનો વારતાના અંતમાં.
જિંદગીભર આપતા આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો વારતાના અંતમાં.
-દિનેશ કાનાણી’પાગલ'(૦૬-૦૯-૧૯૭૧) રાજકોટમાં વસે છે.
વ્યસાયઃ લેખન
બહુજ સ-રસ ગઝલ લઈ આવ્યા છો,
આભાર…
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
સાથ કાયમ આપવાના જીવનનાં અંતમાં…બહુ સરસ છે…મઝા આવી ગઇ…
જિંદગીભર આપતા આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો વારતાના અંતમાં.
આવી સરસ અને સાચ્ચી વાત કહેનારને ‘પાગલ’ શી રીતે કહીશું !
સરસ રચના.
good one