"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વેદ છે-નાઝિર

att181.jpg 

છે   પ્રતિક   પુરુષાર્થનું    પ્રારબ્ધ   પર   પ્રસ્વેદ   છે;
તોય     વંચાયે      વિધિના    લેખ   એનો    ભેદ છે.

તું   નહીં   બોલે   તો   સઘળા   પાપ    તારા  બોલશે,
બંધ   મોઢું   છો    કરે   પણ     રોમે     રોમ  છેદ છે.

ઓ     નિરાકારી!   થજે      સાકાર  મારા  સ્વપ્નમાં,
બંધ   આંખે   જોઈ    લઉં  બસ  એટલી     ઉમ્મીદ  છે.

જો    ઉઘાડું     હાથતો    ભાંગી    જશે    સઘળો ભરમ,
બંધ    મુઠ્ઠીમાં    જ    મુજ    અસ્તિત્વ    કેરો   ભેદ છે.

શબ્દ   બે    સંભળાવશો  તો  ધન્ય   જીવન  થઈ  જશે,
આપની    વાણીજ     આ ‘નાઝિર’ ને   મન   વેદ છે.

-નાઝિર દેખૈયા
 

જૂન 21, 2007 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

 1. આપના બ્લોગનો આ નવો દેખાવ હવે વધુ ધ્યાનાકર્ષક લાગે છે… ખૂબ ખૂબ આભાર…. હળવાશમાં જે મજા છે તે વજનમાં ક્યાં? બોલ્ડ ટાઈપ તો કોઈ વાત પર વજન મૂકવું હોય ત્યારે જ સારા લાગે… મારાથી પ્રતિભાવ તો આપતા અપાઈ ગયો હતો, પણ આપ ખુલ્લા દિલે મારા અભિપ્રાયને મહત્વ આપશો એવું ધાર્યું નહોતું….આભાર !

  ટિપ્પણી by વિવેક | જૂન 21, 2007

 2. Excellent thoughts for a poem. Congratulations Nazirbhai!

  Dinesh O. Shah,Ph.D. Gainesville, FL, USA

  ટિપ્પણી by Dinesh O. Shah | જૂન 21, 2007

 3. જો ઉઘાડું હાથ તો ભાંગી જશે સઘળો ભરમ…આનાથી મને યાદ આવે છે કહેવત કે બંધ મુઠી લાખની…બહુ જ સરસ છે.

  ટિપ્પણી by Rekha | જૂન 21, 2007

 4. બહુ જ સરસ રચના . નાઝીર દેખૈયાની રચનાઓ મને બહુ જ ગમે છે.

  ટિપ્પણી by સુરેશ જાની | જૂન 22, 2007

 5. પ્રસ્વેદ અને પુરુષાર્થની સામે પ્રારબ્ધને સરસ રીતે ભીડાવી દીધું છે.

  મોં એક જ છે પણ છીદ્રો તો રોમ રોમે છે. ખાળે ડાટા ને દરવાજા મોકળા છે. પાપની જેમ સારાં કાર્યને પણ આ પંક્તીઓ લાગુ પડે. સારાં કામો કરનાર ભલે ન બોલે પણ એની સુવાસ તો ફેલાશે જ.

  નાઝીરજીની ગઝલો બહુ ગમે એવી હોય છે.

  ટિપ્પણી by Jugalkishor | જૂન 23, 2007

 6. najirni gazalono sufi andaj niralo chhe……..its exellent.

  ટિપ્પણી by naraj | જૂન 29, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: