એક ગઝલ-ડૉ.રઈશ મનીયાર
ડો.રઈશ મનીયાર( ૧૯-૦૮-૧૯૬૬)કાવ્યસંગ્રહઃ’કાફિયાનગર’, પન્નીને પહતાય તો કે’ટો ની”(હાસ્ય કવિતા)તેમજ” સ્પર્શી શકાય પુષ્પને ઝાકળા થયા પછી”. કૈફી આઝમીની ગઝલનો અનુવાદ કર્યો છે.અમેરિકાની મુલાકાતે અવાર નવાર આવે છે. અમેરિકામાં જુદા જુદા શહેરમાં વસતા ગુજરાતી સાહિત્ય પ્રેમી પ્રેક્ષકોને ગઝલ-હઝલ નો આસ્વાદ આપી “હાસ્ય-રસ” તેમજ ગંભીરતા સાથે જ્ઞાન પીરસી અમેરિકામાં આપણી માતૃભાષાને જીવિત રાખવાનું આપણને એક ટૉનિક મળી જાય છે. અહી હ્યસ્ટનમાં યોજાયેલ કાર્યક્રમમાં ૩૦૦થી વધારે શ્રોતાજનો એ હાજરી આપી હતી,સૌને સાહિત્ય રસમાં તરબોળ કરી દીધા હતા. આ વરસે પણ એમનો ભવ્ય કાર્યક્રમ હ્યુસ્ટાનમાં યોજાવાનો છે.અને એ અમારા માટે એક ગૌરવની વાત છે.
************************************************************************
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.
સમયના સૂર્યનું ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.
કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે,
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.
અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણાને જીવતું રાખે.
‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.
વાહ,વાહ, કહેવું પડે.સરસ રચના લઇ આવ્યા…
ડોકટર રઇશ મનિયારની કોઇ પણ રચના વાંચીએ એટલે તમારો દિવસ સુધરી જાય ખરુ ને….એમની રચનામઆં રમુજ વધારે હોય છે…
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.
કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે,
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.
અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણાને જીવતું રાખે.
amazing…. raish saaheb has really written his blood out on the paper… gr8 work… awesome..
realy very nice,amazing.
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
– રઈશભાઈનો આ શેર ગુજરાતી સાહિત્યના અમર શેરોમાંનો એક છે… .. આખી ગઝલ જ અદભૂત છે… મત્લાનો હરણવાળો શેર વાંચીને ગાલિબમિયાં યાદ આવ્યા વિના નહીં રહે-
कोई मेरे दिल से पूछे, तेरे तीर-ए-नीमकश को,
ये खलीश कहाँ से होती, जो जिगर के पार होता ।
Raeeshbhai,
I can relate my present life with your poem! The memories of a loved one is what I am left with to hang on in the flood of life processes! Great poem and similies are excellent!
Dinesh O. Shah
ખૂબ સુંદર ગઝલ છે! સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો મળતા નથી.