"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મા

 

 મા
પ્રેમિકા જેટલી સુંદર નથી  હોતી
અને
થોડી  વૃધ્ધ પણ હોય છે.

આપણામાં જ્યારે
સમજણ આવી જાય છે ત્યારે
કહી એ છીએ
‘મા , તને  કંઈ સમજણ નથી પડતી’.

પછી
મા કશું બોલતી નથી
ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને
પોતાના વાથી પીડાતા
પગને પંપાળ્યા કરે છે.

પછી એક દિવસે
મા મરી જાય છે
અને આપણે
બે હાથ જોડીને કહી પણ શકતા નથી
માફ કરી દેજે
મા.

સ્ત્રીઓનાં
બે સ્તનો વચ્ચેથી પસાર થતા
રાજમાર્ગ પર
દોડી દોડીને એક વાર
હાંફી જાઈ એ  ત્યારે ઈચ્છા થાય છે
માના
વૃધ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની
ત્યારે ખ્યાલ  આવે છે
મા તો મરી ગઈ છે.

મા
જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.

-કિરિટ દુધાત(૦૧-૦૧-૧૯૬૧) મૂળતો વાર્તાકાર.ક્યારેક કાવ્યો પણ રચે છે.

જૂન 12, 2007 - Posted by | મને ગમતી કવિતા

6 ટિપ્પણીઓ »

 1. મા પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી…પણ એની મનની સુંદરતા પ્રેમિકાથી પણ વધુ સુંદર હોય છે…બહુ જ સરસ છે..

  ટિપ્પણી by Rekha | જૂન 12, 2007

 2. “Be Stano vachche -RajMarg?”—I have not even seen the “Gali”(Small opening) between “Be Stan”–The poets are weird sometimes.

  ટિપ્પણી by Harnish Jani | જૂન 12, 2007

 3. I do not but maybe I am not verygood at understanding poems
  What does poet mean by Highway between “Be stan:” what does he mean by running between them? anf getting tired? is that the reason why one seeks Mother? fashion is to make startling and shocking statements to be called progressive.Otherwise (first 18 lines) good poetry is ruined by almost vulgar fantasy.

  ટિપ્પણી by BharatPandya | જૂન 13, 2007

 4. મા તે મા

  પ્રેમિકા સાથે સરખામણી તો ન જ થાય

  ટિપ્પણી by shivshiva | જૂન 15, 2007

 5. This poetry is some sort of experiment to explore Oedipus complex: http://en.wikipedia.org/wiki/Oedipus_complex

  Our whole society is so conservative and narrow minded…obvioulsy those who are not into art and literature would not understand this poem.

  ટિપ્પણી by અંકિત | જૂન 18, 2007

 6. મા માની જગ્યાએ છે પ્રેમિકા પ્રેમિકાની
  શા કાજે બંનેને સરખાવવા

  ટિપ્પણી by pravina kadakia | જૂન 18, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: