"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કેટલા વાગ્યા હશે ?

 

જ્યોત   દિવાની   ઠરી   છે, કેટલા વાગ્યા હશે ?
રાત     લંબાતી   પડી   છે, કેટલા વાગ્યા હશે ?

શ્હેર સન્નાટા મહીં ડૂબી ગયું છે,કેટલા વાગ્યા હશે ?
સ્તબ્ધતા   પાસું    ફરી    છે,કેટલા વાગ્યા હશે ?

ઘૂઘવે   એકાન્ત   ને   આ    શ્વાસ  બેઠા થાય છે,
નીંદ  આ   ભાંગી   પડી   છે,કેટલા વાગ્યા હશે ?

ક્યારની   હાંફી   રહી   છે   આ ધ્રાસકાની વારતા,
સાપણો    મેડી     ચડી   છે ,કેટલા વાગ્યા હશે ?

અંધકારે   ડૂબનારો      વ્હાણ     જેવી     ધારણા-
ચીસ     જેવી    વિસ્તરી    છે,કેટલા વાગ્યા હશે ?

સુસ્ત   સૂતેલો   સમય    છે   બંધ આ ઘડિયાળમાં,
અંધ  આ    ભીંતો   ખડી   છે, કેટલા વાગ્યા હશે ?
– નિર્મિશ ઠાકર

જૂન 8, 2007 - Posted by | ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

  1. સુસ્ત સૂતેલો સમય છે બંધ આ ઘડિયાળમાં,
    અંધ આ ભીંતો ખડી છે, કેટલા વાગ્યા હશે ?

    Very beautiful Gazal, too good.

    ટિપ્પણી by પ્રતીક નાયક | જૂન 8, 2007

  2. રાત ડરામણી છે કેટલા વાગ્યા હશે…..પિયુ મિલનની રાત છે…કેટલા વાગ્યા હશે….બહુ મઝા આવી ગઇ…

    ટિપ્પણી by Rekha | જૂન 8, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: