કવિસંમેલન -માર્ચ-એપ્રિલ-૨૦૦૭
તારીખઃ ૩૦ ૩૧માર્ચ અને ૧,૨ એપ્રિલ -૨૦૦૭ દરમ્યાન ભાવનગર જિલ્લાના મહુવા ખાતે કૈલાસ ગુરુકુળ મુકામે પૂ.મોરારિબાપૂની નિશ્રામાં સાહિત્ય સંગોષ્ઠિ, કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત-નૃત્યના મહોત્સવ અસ્મિતા પર્વ ૧૦મીની દબદબાભેર ઉજવણી થઈ અને કવિસંમેલનનું સંચાલન હરદ્વાર ગોસ્વામી એ કરેલ.. ચાલો એમાંની થોડી કવિતા માણીએ.
*********************************************
રોજ એને યાદ કરવાની પ્રથા ખોટી છે;
ને બધાને સાદ કરવાની પ્રથા ખોટી છે…ચંદ્રેશ મકવાણા
વેલ અને વાઉ એમ કૂવા ને વાવ,
ગુજરાતી પ્રજા ને આવ્યો અંગ્રેજી તાવ… આશા પુરોહિત
મરણ જતું ન રહે એનું ધ્યાન રાખું છું,
દરેક શ્વાસને હું સાવધાન રાખું છું…અશોક ચાવડા
આજે ઈશ્વરના આંખમાં જાણે કંઈ ખૂચ્યું,
ને આમ તેમ જોઈ પાણીનું ટીપું સે’જ લૂછ્યું…કાજલ ઓઝા
એ સત્ય છે કે વેદના કેવળ વધી જ છે,
મારી બધી ય મૂંઝવણ મારા સુધીજ છે…સ્નેહલ જોશી
અમે ફૂલોનાં વાવેતર કીધાં ને તોયે
હાથ પથ્થર ને પથ્થર ને પથ્થર;
તમે કાંટાની વાત રોજ માંડો ને તોય
તમે અત્તર ને અત્તર ને અત્તર… દિલીપ રાવલ
એ સવારે સાવ તાજું માનીને વાંચ્યા કરે ,
આમ જૂવો તો એ છાપું રાતનું નીકળી ગયું… નિનાદ અધ્યારું
એના કરતાં હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું… હરદ્વાર ગોસ્વામી
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?..અનિલ ચાવડા
પૂરના જળની સપાટી ના વધે બસ એટલે
આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયા..કિરણ ચૌહાણ
બધા કવિઓની ક્રુતી બહુ જ સરસ છે…દરરોજ નવુ વાંચવાની મઝા આવે છે.
આ ગુજરાતીઓ અને ગુજરાતનું શું થવા બેઠું છે
અંગ્રેજ ગયા પણ અંગ્રેજી વગર તેમનાં હાથ હેઠા છે
આ બધું વાંચ્યા પછી લાગે છે કે ‘ગુજરાતી”ને તાવ નથી આવ્યો ને એને કોઈ ઔષધની જરુરત નથી.
આ બધા શેરોમાં સમાયેલો વૈભવતો જુઓ!”ગુજરાતી”ની ગરીબ બનવાની ચિંતા કરવાની જરુરત નથી.
ખુબ સાચી વાત…પ્રવિણભાઈની….
અમુક અશ’આરના વખાણ કરવા માટે શબ્દો જ નથી મારી પાસે…
આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂચ્યું,
ને આમ તેમ જોઈ પાણીનું ટીપું સે’જ લૂછ્યું…કાજલ ઓઝા
એના કરતાં હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું… હરદ્વાર ગોસ્વામી
પૂરના જળની સપાટી ના વધે બસ એટલે
આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયા..કિરણ ચૌહાણ
this whole function was really very nice.and now 10 issue of each year of “asmita parva”is going to be published. within short peroid.
khabaj sarash kavitao che.Badhaj kavisheeone abhinandan.
JAY SHEE KRISHNA