"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કેવાં અંજળ નીકળે

showletter-frog.gif 

સાવ  સાચુકલી  નદી  પણ  સાવ  નિર્જળ  નીકળે;
ઊઘડે   જો   રેતીની    મુઠ્ઠી    તો કૂંપળ   નીકળે.

શું   થયું  જો   કોઈ   ઘટનાના  પુરાવા   હોય ના,
જ્યાં   હયાતીના  બધા   દાવાઓ   પોકળ  નીકળે.

કોઈ  કરચલિયાળો  ચહેરો   ઝીણી  નજરે જો  જુઓ,
શક્ય  છે    એકાદ-બે    વર્ષો-જૂની  પળ   નીકળે.

શી  રીતે  એક  સ્વપ્નને  આકાર   ચોક્ક્સ  આપવો,
જ્યાં  સ્વયંભૂ  જિંદગી  પણ   માત્ર  અટકળ નીકળે.

ફૂલગુલાબી સ્વપ્ન  લઈને આવ્યો છું ‘સાહિલ’ અહીં,
શું   ખબર  કે આ    નગરથી  કેવાં   અંજળ  નીકળે.

-‘સાહિલ'(૨૯-૮-૧૯૪૬)

(સાહિલ  ઘડી  કે બે  ઘડી આ ખોળીયું   હવે
 મકતાનો   શે’ર    બોલે છે શરીરની ગઝલ)

Advertisements

જૂન 1, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. What is the real name of ‘Sahil’?
    Very nice Gazal

    ટિપ્પણી by સુરેશ જાની | જૂન 1, 2007

  2. આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં.
    એક ચહેરા પર બીજો ચહેરો ચીટકાવી દે, કહેવાય નહીં.

    ટિપ્પણી by સુરેશ જાની | જૂન 1, 2007

  3. અંજળ હોય તો જ મિલનનુ આ કોઇ સ્વપ્નુ પુરુ થાય…સરસ ગઝલ છે.

    ટિપ્પણી by Rekha | જૂન 1, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s