"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-શ્યામ સાધુ

 showletter2.jpg

ઉંદરને આવે કેવી
દૂધ પિવાની મજા!
બાળ તલસે દૂધ વિના,
આતો  કેવી  સજા !

*****************

 તારી  નજરમાં જ્યારે  અનાદર   બની   ગયો;
મંજિલ વગરનો  જાણે    મુસાફર    બની ગયો!

ફૂલોનું    સ્વપ્ન   આંખમાં    આંજ્યાના  કારણે,
હું    પાનખરમાં    કેટલો    સુંદર   બની  ગયો!

કયાં  જઈ  હવે એ  સ્મિતની   હળવાશ  માણશું?
હૈયાનો   બોજ   આંખની   ઝરમર  બની   ગયો!

મુક્તિ   મળે  છે     સાંભળ્યું    ચરણોનાં સ્પર્શથી,
રસ્તે   હું   એ   જ કારણે    પથ્થર    બની ગયો!

મારું   મરણ    ક્યાં  એકલું   મારું    મરણ   હતું?
સંસાર, આંખ   મીંચી    તો   નશ્વર  બની  ગયો!

Advertisements

મે 30, 2007 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો…અને એ જ પથ્થર ચરણ સ્પર્શથી અહલ્યા બની ગઇ…બહુ સરસ છે.

  ટિપ્પણી by Rekha | મે 30, 2007

 2. nice one..!

  ટિપ્પણી by chetu | મે 30, 2007

 3. આ જગે જન્મ પામીને અનુભવોથી ઘડાઈને
  હે ઈશ્વર, હું શું હતો ને શું બની ગયો

  ટિપ્પણી by pravina Avinash | મે 31, 2007

 4. આંખ મીંચી તો નશ્વર બની ગયો….સરસ..પિકચર માણવાની મજા આવી.આભાર

  ટિપ્પણી by nilam doshi | મે 31, 2007

 5. સુંદર ગઝલ… પ્રથમ પંક્તિમાં અનાદારની જગ્યાએ અનાદર હોવું જોઈએ ….

  અને આ પંક્તિ આ પ્રમાણે હોવી જોઈએ:

  મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,- ચરણની જગ્યાએ ચરણો….

  ટિપ્પણી by વિવેક | જૂન 1, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s