"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મૂંગામંતર થઈ જૂઓ

image0013.gif 

         Happy Memorial -Day

*********************

જ્યારે   સૂઝે  ના   કૈ અક્ષર,  મૂંગામંતર  થઈ   જૂઓ;
ભીતરથી   રણઝણશે  જંતર ,  મૂંગામંતર   થઈ  જૂઓ.

પુસ્તક  સઘળા   બંધ   કરી    દ્યો, આંખોને  મીંચી  દ્યો,
મેળે   મેળે    મળશે  ઉત્તર ,  મૂંગામંતર  થઈ   જૂઓ.

હોય ભલે  ના વાદળા, પણ   જો હોય તરસ ભીંજાવાની,
મનમાં  થાશે  ઝીણી ઝરમર , મૂંગામંતર   થઈ   જૂઓ.

દર્પણ   દર્પણ   ભટકો નહિ   ને  બિંબ  બધા ફોડી નાખો ,
ખૂદને  મળશો  ખૂદની  અંદર,   મૂંગામંતર થઈ જૂઓ.

જળતરંગ  માફક   ઊઠો   ને  ત્યાં  સૂધી  પ્હોંચો ‘સુધીર’
ખૂદ થઈ જાશો સુંદર સરવર ,  મૂંગામંતર  થઈ   જૂઓ.

સુધીર પટેલ( ૨૫–૦૯-૧૯૫૪) જન્મ લાઠી(અમરેલી) અમેરિકાના શાર્લોટમાં રહેછે.
‘નામ આવ્યું હોઠ પર એનું અને ‘… મૂગામંત્તર થેી જૂઓ’ એમના ગઝલસંગ્રહો.

Advertisements

મે 28, 2007 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

  1. VERY NICE..!

    ટિપ્પણી by chetu | મે 28, 2007

  2. આ વાંચી ને હું પણ “મૂંગામંતર” થઈ ગયો છું.

    ખુબ સરસ…

    ટિપ્પણી by પ્રતીક નાયક | મે 29, 2007

  3. મૌન એ જ તો ખરી ભાષા છે જે દરેક પરીસ્થિતિમાં ઉત્તમ માધ્યમ બની રહે છે…

    પણ સાથે એ મૌનને સમજનારું પણ મળી રહે તો તો પૂછવું જ શું ??

    ખુબ જ સુંદર રચના..

    ટિપ્પણી by કુણાલ | મે 29, 2007

  4. મૌન પાળવુ..એ સહેલુ નથી…ન બોલવામાં નવ ગુણ એ કહેવત યાદ આવી ગઇ…

    ટિપ્પણી by Rekha | મે 29, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s