તે કોણ છે ?
સ્તબ્ધ આંખોથી મને જોયા કરે તે કોણ છે?
ને પછી દ્રષ્ટિ થકી પળમાં સરે તે કોણ છે?
સાવ સુક્કું વૃક્ષ છે ને સાવ સુક્કી ડાળ છે,
પર્ણ જેવું કંઈ નથી તોપણ ખરે તે કોણ છે?
મેં અચાનક આંખ ખોલી ને ગગન જોઈઃ કહ્યું,
શવૅરીના કેશમાં મોતી ભરે તે કોણ છે?
આમ તો ઝરણાં હંમેશ પર્વતોમાંથી સરે,
તે છતાં આ રણ મહીં ઝરમર ઝરે તે કોણ છે?
જળ મહીં તરતાં રહે એ મત્સ્ય, પણ
મત્સ્યની આંખો મહીં જે તરવરે તે કોણ છે?
સહુ મને દફનાવવાને આમ તો આતુર, પણ
આ ક્ષણે મુજ શ્વાસમાં આવી ઠરે તે કોણ છે?
-રમેશ પટેલ ‘ક્ષ”(૧૨-૦૯-૧૯૫૩), કાવ્યસંગહ- ક્ષમા( ૧૯૭૮)
અંગિત(૧૯૯૦)
નાના બાળકને ‘કેમ હશે ?’ એવો સવાલ થાય પણ ‘મોટા'(!)થયા પછી તો ડગલેને પગલે આ સવાલ-કોણ છે ?- સતત ‘થયા કરવાનો’ વિષય છે !
કશું ન હોય ત્યાં પણ કશુંક ખર્યા કરતું હોવાનો અનુભવ બધાને હોય છે પણ એને આમ પ્રગટ કરવો એ જ કવિકર્મ.(કવિતાના આવા ભારઝલા શબ્દોય ખર્યા કરતા હોય તો/ત્યારે પણ આ ખરવા વિષે સવાલ થાય ! ક્યાંથી વહે છે, આ સરવાણી શબ્દોની?!)
“ઝરમર ઝરે” શબ્દો આગળની પંક્તિ સાથે બંધ બેસતા નથી.કારણ ઝરણું સરે કે વહે પણ રણમાંનું છે તે ‘ઝરે’છે અને તેય પાછું ‘ઝરમર’; અર્થાત આગળની પંક્તિમાં હતું તે હવે ઝરણું નથી પણ ‘વર્ષા’બની ગયું છે.
બહુ સરસ પસંદગી કરી છે ભાઈ. આનંદ ને અભિનંદન.
કોણ છે એ કહેવું મુશ્કેલ છે
wah nice,
આમ તો ઝરણાં હંમેશ પર્વતોમાંથી સરે,
તે છતાં આ રણ મહીં ઝરમર ઝરે તે કોણ છે?
મારી સમજ પ્રમાણે આ ઝાંઝવાના જળની વાત લાગે છે.
સરસ લય અને ભાવ.
કવી વીશે માહીતી આપશો?
સ્તબ્ધ આંખોથી મને જોયા કરે તે કોણ છે…બહુ સરસ છે….મને તમારી કોણ હતી એ કવિતા યાદ આવી ગઇ….