પ્રથમ પ્રણયાનુભૂતિની ગઝલ
એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈ,
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ.
ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈ.
રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટાનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈ.
હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈ.
એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈ.
એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈ.
મ્ હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં-
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈ.
આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.
-રિષભ મહેતા(૧૬-૧૨-૧૯૪૯) જન્મસ્થળ વેડાછા, નવસારી
કાવ્યસંગ્રહ- ‘આશકા’, સંભવામિ ગઝલે ગઝલે’ ‘તિરાડ.
કોલેજમાં આચાર્ય…
good gazal
હુંય એ જાણુ જ છું કે તું બધુ જાણે જ છે. પ્રથમ પ્રણયની અનુભુતી…બહુ જ સરસ ગઝલ છે.ભુતકાળના દિવસોમાં તમે તો મુસાફરી કરાવી દિધી….
Very nice
very gud…. maja aavi..
PREM NI PARIBHASHA NE SHABDO MA SAMJAVI SHAKAY NAI..!!
गुलाम अलीकी मुझे बहुत पसंद एक गझल याद आ गइ –
दीलमें इक लहर सी उठी है अभी,
कोइ ताजा हवा चली है अभी ।
शोर उठता हं बेगाना दीलमें
कोइ दीवार सी गीरी है अभी ।
कुछ तो नाजुक मीजाज है हम भी
और ये चोट भी नयी है अभी ।
शहरकी बेचराग गलीओंमें
जींदगी तुझको ढुंढती है अभी ।
PYAR
AGAR MIL JAYE TO
MOHTAJ NAHIN LABZON KA
ANKHO SE BAYAN HO JATA HAI
NAHIN TO
EXCELANT GAZAL
[…] ~ ફૂલવાડી પર… ૧. પ્રથમ પ્રણયાનુભૂતિની ગઝલ […]