એક ગઝલ-ઈકબાલ મોતીવાલા
મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,
આ તમારા પૂણ્યને પડકારવાનું મન થયું.
સાવ ચિંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
આખરી ક્ષણને હવે શણગારવાનું મન થયું.
ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે,
તારલાની જેમ અમને જીવવાનું મન થયું.
જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,
ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું.
આયનામાં ખુદને મળવાની ઘણી ઈચ્છા હતી,
લ્યો મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું.
આયનામાં ખુદને મળવાની ઘણી ઈચ્છા હતી,
લ્યો મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું.
-સુંદર વાત…
તારલાની જેમ અમને જીવવાનું મન થયુ….બહુ સરસ વાત કરી…મઝા આવી ગઇ…
You have wonderful collections of Gazals–Thank you for sharing all nice and talented “Sarjako”
જગમાં સઘળે ઢુઢી ઢુંઢી ને થાકી
સામે મ્ળ્યા ત્યારે હાલ પુછવાનું મન થયું
બહુ જ સરસ ગઝલ
nice gazal.