"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-દેવદાસ શાહ ‘અમીર’

hight_statuya_0011.jpg 

 એ અલ્પ  માંગ  હો   કે  અતિ   હોય  તોય શું ?
એ ભીખ  છે છૂપી  કે    છતી  હોય   તોય  શું?

ફરવાનું   ગોળ  ભાગ્યમાં   જેનાં   લખ્યું   હશે,
તકદીરની    ગાડીને   ગતિ    હોય    તોય  શું ?

દુર્યોધનો   જો  જાંઘને    ખુલ્લી   કરી     શકે ,
તો   દ્રોપદીને   પાંચ  પતિ  હોય    તોય  શું ?

  ઉધ્ધાર  કરવા    રામને    વનમાં     જવું  પડે,
અહલ્યા  સમી  જો કોઈ  સતી   હોય  તોય  શું ?

તમને   તો  છે  ખબર કોઈ   કયારે થશે  ચલિત,
હે વિશ્વામિત્ર !  કોઈ  જતિ   હોય    તોય  શું ?

ઓ  કામદેવ! આ   આંખ તું    ખોલી   શકે નહીં,
શંકરની   સામે  લાખ   રતિ   હોય     તોય  શું ?

જે   સંકુચિત ધોરણ  છે તે   રહેશે અહીં ‘ અમીર”!
તારી   ભલે   વિશાળ   મતિ   હોય  તોય   શું ?

-દેવદાસ શાહ ‘અમીર’ – (૧૫-૧૧-૧૯૩૭)પરંપરાના શાયર.
 મુશાયરામાં ભાગ લે છે અને સંચાલન પણ કરે છે.

 

મે 9, 2007 - Posted by | ગમતી ગઝલ

7 ટિપ્પણીઓ »

 1. દુર્યોધનો જો જાંઘને ખુલ્લી કરી શકે ,
  તો દ્રોપદીને પાંચ પતિ હોય તોય શું ?

  -સુંદર વાત…

  ટિપ્પણી by વિવેક | મે 9, 2007

 2. Very nice gazal… indeed!!

  Specially I liked the 4 sher’s about history… very good!

  ટિપ્પણી by UrmiSaagar | મે 9, 2007

 3. exellent gazal
  tamam sher …….saras chhe………dhardar rajuaat

  ટિપ્પણી by naraj | મે 9, 2007

 4. અરે આજના યુગમાં નવી હવા ચાલે છે
  જમાના સાથે કદમ ન મિલાવે તો યે શું

  ટિપ્પણી by pravinash1 | મે 9, 2007

 5. પૌરાણીક વાતો ને આધારે કહેલી વાતો અદભુત… ખુબ સુંદર વિચારો અને તેથીય અસરદાર રજુઆત…

  ટિપ્પણી by કુણાલ | મે 10, 2007

 6. “Bahu Tagdi gazal chhe–Thank you for finding this jewel

  ટિપ્પણી by Harnish Jani | મે 10, 2007

 7. સરસ ગઝલ છે.

  ટિપ્પણી by Rekha | મે 10, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: