હાલ્યની માહતર થાઈ……
હાલ્યની માહતર થાઈ, અરજણિયા, હાલ્યની.
દિ બધો શીમમાં પાટકી પાટકીને
ઘરે આવીઈ હાંજ હમે
એના કરતાં ખુરહીમાં બેહી રેવું, ભાઈ,
ઈ તો કોને નો ગમે, અરજણિયા,હાલ્યની.
ગાયું સારિયું ને ભેહું સારિયું ને વળી
સાર્યા મોટા મોટા ઢોર;
એમાં તો હું મોટો મીર મારવો’તો
ઓલ્યાં સારવાં નાનકડા સોરાં, અરજણિયા.
ફડ દઈને ભાળ્યું, ડાંગ મારીઈ તો
ડોબાંય હાલે ઝટ;
ઈ ડાંગ આગળ સોકરાંના દેન હું,
ઈ તો હાલે હીધા હટ રે, અરજણિયા.
વેપારી માહતર ને ખેડુય માહતર
ને માહતર ભાણો ભુવો;
કાઢી મૂકેલ ઓલ્યો ટભલો ટપાલી-
ઈ યે માહતર થઈ ને મૂઓ, અરજણિયા.
હરાદ હરાવશું નેં સોડીયું પરણાવશુ
ને વાસશું હતનારણની કથા;
(આ) પેટનો ગુંજારો એમ કાઢશું,
આપણે બીજી હું તથ્યા,અરજણિયા.
મોટા ગામથી ઓલ્યો શાબ્ય આવે,
એને હારું હારું ખાધાના હેવા;
એના મોઢામાં લાડવા ઠાંહશું
ઈ તો રાજી રાજી થઈ જાય એવા, અરજણિયા.
હાલતી નિહાળે સોરે બેહશું
ને વાતુંમાં કાઢશું દનિયાં,
મોટા ગામમાં જો બદલી કરશે
રાખશું રે ઠુંહણિયા,અરજણિયા.
(એક ભરવાડનો મનોરથ)
કેવળ નિદૉષ વિનોદ છે. કોઈને માટે દંશ નથી.
-હરીહર ભટ્ટ (૦૧-૦૫-૧૮૯૫-૧૦-૦૩-૧૯૭૮)
સુંદર કાવ્ય રચના…. વિશ્વદીપભાઈ ! સુંદર કાવ્યો લઈને આવો છો…. થોડા જ સમયમાં આપના બ્લોગે ખાસ્સું પોત બતાવ્યું છે…. અભિનંદન….
ડૉ. વિવેક,
આપના જેવા કવિ-મિત્રોની મહેબાની, પ્રોતસાહન અને વાંચકોનો સાથ,સહકાર ને ઉત્સાહ વગર ” ફુલાવાડી”ની મ્હેંક અધુરી છે.. સૌ મિત્રા અને વાંચકોનો હ્રદય-પૂરર્વક આભાર.
બહુ સરસ રચના છે.
I will pass this blog to Harihar Bhatt’s two sons-Sudhaker Bhatt and Suboth Bhatt–They will be happy to see their father’s poem