એક ગઝલ-“નાઝ” માંગરોલી
મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સંમદર લાગે છે.
નૌકાને ડુબાડી દેવાનો આ સુંદર અવસર લાગે છે.
શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,
બાકી તો હંમેશા છેટથી રળિયામણાં ડુંગર લાગે છે.
દિવસે આ પ્રભાકર ચમકે છે ને રાતે શશી ને તારાઓ,
પણ વિરહી હ્રદયને દુનિયામાં અંધકાર નિરતંર લાગે છે.
આશાઓ કુંવારી રહી જાશે, ઓ મોત! જરા થોભી જા,
નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.
ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારા ને,
ભૂતકાળનાં સ્વપ્નો જાગે છે એક ચોટ જિગર પર લાગે છે.
દુઃખદદૅ જીવનનાં ભૂલી જવા હું “નાઝ્ મદિરા પીતો નથી,
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હ્રદય પર લાગે છે.
ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારા ને,
ભૂતકાળનાં સ્વપ્નો જાગે છે એક ચોટ જિગર પર લાગે છે.
very nice ..heart touchable..! thanks.
જો ચાંદ પધારે ધરતી પર, આના ઉપરથી એક ગીત યાદ આવી ગયુ, “ચંદા રે ચંદા રે જરા ધરતી પર ઉતર, બેઠ કે હમ દોનો સારી રાત બાતે કરેંગે”. બહુ સરસ ગઝલ છે.
જીવું છું જિંદગી હરદમ સુહાની યાદમાં
કાળનું ચક્ર ક્યારે થંભશે કેટલી વાર લાગે છે
મને તો આ પિકચર બહુ જ ગમ્યુ છે. આ ઝાડ અને બતક અને બે પ્રેમી બહુ જ મઝાનુ છે.
sundar gazal
મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સંમદર લાગે છે.
નૌકાને ડુબાડી દેવાનો આ સુંદર અવસર લાગે છે.
realy nice.