"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-શૈયદ ‘રાઝ”

att9705131.gif 

શિકાયત  ભૂલથી  પણ હું   નથી  કરતો   સિતમગરથી;
નથી   હું   આપતો    ઉત્તર   કદી  પથ્થરનો પથ્થરથી.

ઉપેક્ષા   પ્રેમની    કરશો     છતાંયે     યાચના   કરશું,
કિનારાઓ    કદી     આઘા     થયા  છે શું  સમંદરથી ?
 
હું  એ  વેધક   નજરથી   દિલ  બચાવી એમ 
લાવ્યો છું
,
કિનારે   નાવ    લાવે જેમ     કો’ તોફાની     સાગરથી.

જગતના  સહુ    તૃષાતુર    દિલને   જઈને એટલું કહી દો,
કોઈ   તરસ્યો   નહીં    ફરશે    અમારા    સ્નેહ-સાગરથી.

પુરાણા     મિત્રને       તરછોડી    દે     છે  વાતવાતોમાં,
કરે  છે   માનવી    એવું     નથી    થાતું    જે   ઈશ્વરથી.

મુસાફર    તો    વિખુટા    થાય  છે     કયારેક   મંજિલથી,
એ     મંજિલનું    શું   કહેવું   જે  વિખુટી   થઈ  મુસાફરથી.

ગરીબીમાંયે     ખુદ્દારીએ        બેશક       લાજ   રાખી  છે,
છીએ   દિલના    તંવગર  ‘રાઝ’ શી   નિસ્બત  તંવગરથી.

મે 3, 2007 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

 1. Hello Vishwadeepbhai,

  We like to read ur Gujarati Web-site, really we like all sections in ur web-site…

  Hoping that u write every time something new like this…

  Falu & Nilesh…….

  ટિપ્પણી by falu kanada | મે 3, 2007

 2. સુંદર ગઝલ… ત્રીજા શેરમાં લાવ્યો છું ની જગ્યાએ લાગ્યો છું એમ ભૂલથી ટાઈપ થઈ ગયું હોય એમ છે…

  ટિપ્પણી by વિવેક | મે 3, 2007

 3. પુરાણા મિત્રને તરછોડી દે છે માનવી વાતવાતમા
  નથી એવું થાતું કદી ઈશ્વર થી.
  ખૂબ સુંદર વાત સામાન્ય શબ્દ.

  ટિપ્પણી by pravinash1 | મે 3, 2007

 4. saras gazal

  ટિપ્પણી by naraj | મે 4, 2007

 5. વાહ…ખુબજ! સરસ ગઝલ છે…

  ટિપ્પણી by deepak parmar | મે 5, 2007

 6. ‘રાઝ’ નવસારવી તે આ જ શાયર? બહુ જ સરસ ગઝલ છે.

  મુસાફર તો વિખુટા થાય છે કયારેક મંજિલથી,
  એ મંજિલનું શું કહેવું જે વિખુટી થઈ મુસાફરથી.

  આ શેર બહુ જ ગમ્યો.

  ટિપ્પણી by સુરેશ જાની | મે 7, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s