"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મેં એક શાહજાદી જોઈ હતી…

 15053qi93blasto1.gif

 શાંત  ઝરૂખે  વાટ નીરખતી રૂપની રાણી જોઈ  હતી,
                મેં એક શાહજાદી જોઈ હતી.
એના હાથની મેંદી હસતી’તી
                        એના આંખનું કાજળ હસતું’તું;
એક નાનું સરખું ઉપવન જાણે
                              મૌસમ જોઈ વિકસતું’તું.
એના સ્મિતમાં સો સો ગીત હતા
                  એની ચુપકીદી સંગીત હતી;
એને પડછાયાની હતી લગન
                         એની પગરવ સાથે પ્રિત હતી.
એણે યાદના આસોપાલવથી
                       એક સ્વપ્ન-મહેલ શણગાર્યો’તો;
જરા નજરને નીચી રાખીને
                          એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઊછળતી’તી;
                ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો
                            બહુ પ્યારભર્યુ શરમાતી’તી.
એને યૌવનની આશિષ હતી
                            એની સર્વ બલાઓ દૂર હતી;
એના પ્રેમમાં ભાગીદાર થવા
                            ખુદ કૂદરત પણ આતુર હતી.

સૈફ પાલનપુરી(૩૦-૦૮-૧૯૨૩-૦૭-૦૫-૧૯૮૦) સૈફુદીન ખારાવાલા.સૈફની ગઝલ વિવેચનની મોહતાજ નથી. એ પ્રત્યક્ષ અને સ્વયંસ્પષ્ટ છે. ગઝલના સ્વરૂપની સ્વમાનભેર આબરૂ જાળવનાર આ શાયરની શાયરીનો મિજાજ પણ જાણવા, માણવા અને પ્રમાણવા જેવો છે. દુબારા કે ઈર્શાદની વચ્ચે એમની ગઝલ ગૂંગળાઈ જતી નથી. પણ આપમેળે એ ખીલે છે અને ખૂલે છે. એમના કાવ્યસંગ્રહ’ઝરૂખો’ અને  હીચકો.
                                   

Advertisements

મે 2, 2007 - Posted by | ગઝલ અને ગીત, ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

  1. મે એક શાહજાદી જોઇ હતી,…મે એક શાહજાદો જોયો હતો….સરસ ગઝલ છે.

    ટિપ્પણી by Rekha | મે 2, 2007

  2. અ નઝ્મનું મારું અર્થ ઘટન વાંચો –
    http://layastaro.com/?p=527

    ટિપ્પણી by સુરેશ જાની | મે 3, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s