"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઢળી જાયતો કહેવાય નહીં

 dreamworldue51.jpg

આજ સૌ આશા ફળી જાય તો કહેવાય  નહીં,
મોત માગ્યું છે , મળી જાય તો કહેવાય નહીં.

ના, નહીં   વાત કરું   એને    કદાપી મારી,
રૂપરેખાથી     કળી    જાય તો કહેવાય નહીં.

જે   લગારે   ન બળ્યા જ્યોત થકી પરવાના,
વિરહને   આગે  બળી જાય તો કહેવાય નહીં.

વાતને   ફેરવી    નાખે છે    ખૂદા   ખેર  કરે,
એના   શબ્દો એ ગળી  જાય તો કહેવાય નહીં.

બેવફા   કહેશો   નહીં   મુજને વંચન ભંગ થશે,
દેહ છે  માર્ગ   ઢળી   જાય  તો કહેવાય  નહીં.

આંગળી   મારા   તરફ   આજ  રહ્યાં છો ચીંધી,
જીવને   મોક્ષ   મળી જાય    તો કહેવાય નહીં.

આજ ‘નાઝિર’ની  ઉપર એમની  દ્રષ્ટિએ ઠરી,
સોને   સુંગધ    ભળી જાય  તો કહેવાય નહીં.

-નાઝિર
 

Advertisements

એપ્રિલ 30, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. આજ સૌ આશા ફળી જાય તો કહેવાય નહી, અને બધુ માંગેલ મળી જાય તો કહેવાય નહી…બહુ સરસ છે…કેમ કે મોતને માંગવુ નથી પડતુ..વણ માગે આવી જાય છે.

    ટિપ્પણી by Rekha | એપ્રિલ 30, 2007

  2. strong>Aa Nazir-KoN chhe? Parichay aapsho?-Saras Gazalkar chhe.

    Comment by Harnish Jani | April 30, 2007 ..

    “નાઝિર’દેખૈયા બહુજ મસ્ત ગઝલકાર હતા.. એના એક, એક શબ્દમાં,,ગહેરું ઊડાણ છે. સરળ ભાષામાં એ વ્યક્ત કરી, વાંચકોના દીલમાં ઉંડે સુધી પહોંચવાની એની કલમમાં જાદુ હતી.

    ..’નાઝિર’ દેખૈયા(૧૩-૦૨-૧૯૨૧-૧૬-૦૩-૧૯૮૮)
    મૂળ નામઃ નૂરમહંમદ અલારખભાઈ દેખૈયા.
    કાવ્યસંગ્રહઃ ‘ તુષાર’, ‘નાઝિરગઝલો’૧૯૮૮

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | એપ્રિલ 30, 2007

  3. એના શબ્દો એ ગળી જાય તો કહેવાય નહીં.
    Wah Wah…!

    ટિપ્પણી by રાજીવ | મે 1, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s