"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઈચ્છા થઈ ! – “નાઝિર”

showletter-11.jpg 

 ખુશીથી   કોઈને   જ્યારે મરી  જવાની ઈચ્છા થઈ,
તો  ત્યાંથી  કાળને પાછા  ફરી જવાની ઈચ્છા થઈ.

ન  પૂછો  કે કળીને કાં   ખરી જવાની ઈચ્છા  થઈ,
ઘણાંને મોત પહેલાં પણ મરી જવાની  ઈચ્છા થઈ.

નયનથી  જ્યારે  અશ્રુને સરી  જવાની ઈચ્છા થઈ,
ગગનથી  કંઈક તારકને   ખરી જવાની ઈચ્છા થઈ.

મજા  એ  માણવા  આવ્યાં  હતા જ્યારે પ્રભા  કેરી,
જીવનના   દિપને  ત્યારે ઠરી  જવાની ઈચ્છા થઈ.

પડ્યાં   મોજાં  ઓ નૌકામાં ચરણને  સ્પશૅવા એનાં,
શું  સાગરનેય ભવસાગર તરી જવાની ઈચ્છા થઈ?

બની તન્મય પ્રતિભા કોતરી નીરખી જો  શિલ્પી એ,
તો પોતાનાજ   એના દમ ભરી જવાની ઈચ્છા થઈ.

ફરેના  કોઈ કાળે પણ વલણ   આ વિશ્વનું ‘નાઝિર’,
અમારે   કારણે  એને   ફરી  જવાની   ઈચ્છા થઈ

એપ્રિલ 26, 2007 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. ઇચ્છા થઇ..ઇચ્છા તો અમર હોય છે. એની કોઇ મર્યાદા નથી હોતી. મને બહુ ગમી.

  ટિપ્પણી by Rekha | એપ્રિલ 26, 2007

 2. Gajab ni gazal chhe—I loved it

  ટિપ્પણી by Harnish Jani | એપ્રિલ 26, 2007

 3. સવાલ અઘરો અને ઉત્તર આવડે નહીં
  મનમા ને મનમા ચૂપ રહેવાની ઈચ્છા થઈ

  ટિપ્પણી by pravina kadakia | એપ્રિલ 26, 2007

 4. ઘણાંને મોત પહેલાં પણ મરી જવાની ઈચ્છા થઈ.

  Saras

  ટિપ્પણી by રાજીવ | એપ્રિલ 27, 2007

 5. very nice gazal, i like it

  ટિપ્પણી by sagarika | મે 24, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: