હું- મારી અદાલતમાં- સુરેશ દલાલ
ક્હે કહે સુરેશ તને જોઈએ છે શું ?
ધન, યશ,યસમેન, તંદુરસ્તી, સિગરેટ,શરાબ
આરસઊજળા વારસદારો,
એક એરપોટૅથી બીજા, બીજાથી ત્રીજા
એમ એક પછી એક સતત આવનજાવન,
દીઘૅ-આયુષ્ય, સેક્સ, સત્તા,
મૈત્રી, પ્રેમ, પરમેશ્વર…
મારો એક એક પશ્ન
તને નિવૅસ્ત્ર અને નગ્ન કરવા આવ્યો છે.
એકાદ વાર તો સાચું બોલ
એકાદ વાર તો મનને ખોલ
તને બધું જ જોઈતું હોય્
છતાંય દેખાવ એવો તો નથી કરતો ને-
-કે મારે કશું જ જોઈતું નથી ?
તું એમ માને છે
કે તારી આસપાસ તારી ઈચ્છાઓનો કિલ્લો રચશે
એટલે તું સલામત છે ?
તું એમ માને છે
કે તારી આસપાસ તું સંબંધોનું સ્વગૅ રચશે
એટલે એકલતા અલોપ થઈ જશે ?
આ બધા પ્રશ્ન
તને નિરુત્તર કરી મૂકે એવાછે
છતાંય તું બોલવાનો ચાળો ન કર, તો મહેરબાની.
આઘાતચિહ્ન જેવા તારા મૌનની
શરણાગતિ સ્વીકારી લે
આ શરણાગતિ ખત પર તું સહી કરે
કે ન કરે
કશો જ ફેર પડે એમ નથી.
કહે કહે સુરેશ તને શું નથી જોઈતું ???
સાચ્ચુ કઉં? મને તો બધ્ધું જ જોઈએ છે! 🙂
oh…..sundar…….
“anshu upar kona ha nakhni thai nishani
ichhane pan hath pag chhe a vat aaje jani”
“irshad” chinu modi sahebno. akhe akhi gazal yaad aavi gai.
કહે કહે તને જોઇએ છે શું…માંગે માંગે તે આપુ. બહુ સરસ છે.
we want everything
we have to learn
‘IT’s ENOUGH’
હું હાથને મારા ફેલાવુ તો તારી ખુદાઈ દુર નથી
હું માંગુને તું આપી દે એ વાત મને મંજુર નથી
તે જાણે છે તમારે શુ જોઈએ છે અને તે તમારી લાયકાત કરતા વધારે જ આપતો હોય છે તેથીજ તો તેને પરમકૃપાળુ કહે છે
– રાજીવ