એક ગઝલ- કૈફી આઝમી
થઈ છે કોઈ સારી ભૂલ મારાથી ખતા સાથે,
જરા દઈ દો મુહોબત પણ મને થોડી સજા સાથે.
અગર ડુબી જવાની હોય કિસ્મત મારી,તો સાંભળ,
જરૂર ડૂબીશ હું , પણ ડૂબવાનો નાખૂદા સાથે.
અમારી જેમ મંઝિલથી ઘણો પાછળ હતો એ પણ,
અમે તોય પણ રઝળ્યા સતત એ ભોમિયા સાથે.
પૂરવની આ હવાના ઉત્સવે નાચત તમે ને હું,
તમે પણ કાશ આવ્યાં હોત પૂરવની હવા સાથે.
ગરીબીની ય રેખાથી ઉપર છું હું મને લાગ્યું,
ખબર મારી પૂછી’તી કોઈ એ એવી અદા સાથે.
કાવ્યાનુવાદ – અશોક ચાવડા
આજે જ હું શબાના આઝ્મી વિષે વાંચતી હતી કે એના પિતાજી કૈફી આઝમી છે. અને આ ગઝલ પણ કૈફી આઝમીની વાંચી તો ઘણો આનંદ થયો. બહુ સરસ ગઝલ છે.
Kaifi Aazami–Aa anuvad vanche to paachhaa kaber ma sui jaay–Sidhi sidhi urdu gazal mukvi hati ne!!!—Sorry ,Aa gazal ma swaad nathi–
સુંદર અનુવાદ