"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કચરાજીનું મરશિયું *

 3208081.jpg

 છેલ કચરાજી, ચિયા મલકથી આયોં ઓચંતોં નૂતરો ?
હજી કૂકડોય ઊંઘમૉથી જાજ્યો ન’તો;
વળી ડણકો પણ ડેરીનો વાજ્યો ન’તો.
તમે પાછું વળી ન્ કાંય પૂશ્યું નંઈ;
કોઈ નયણે ફૂટેલ નીર લૂશ્યું નંઈ.
ક  રોયૉ ખાયડોંજી,  ખડ્ચીનોં ખૂબ રોયૉ કૂતરૉ..

ભૂંડા ભારથુજી, વળી આવી તે હોય શું ઊતાવળ્યો!
નાઠા અંડોળી શેઢા નૅં વાડ્યો બધીઃ
જૉણ્યે મહેફિલ અમારી નોં તમનૅ હદી.
ધોળૉ લૂગડૉંમોં અબધૂત અલગારી;
તમે ઊડતા ઘોડલિયાના અશવારી;
ભળ ભાંખળ્અ જી,
ખરા તાકડ્અજી,આજ ધોડો પલૉંણતો ના આવડ્યો!

ઓતરાદૉ આભલૉંથી કેનોં તે વાયક એ ઊતર્યો?
જરા હંભાળયોં હોત તો મન પણ વળ્અ;
થોડો અમનૅય મન્યખાનો મારગ જડ્અ.
થોડી વ્હેલેરી  ઊંઘ ઊડ્અ તોય ચ્યોંથી ?
જરી ઝબકારો જાગ્અ અગન્નમૉથી!

ચોર જ્યમ સટ્ટક્યા જી,
એવા તમે ભડક્યા જી, જૉણ્યેં પારધીના પગલ્અ કબુતરોં…

છેલ કચ્ચરાજી…!

(* તા.૬ નવેમ્બરે વહેલી પરોઢવેળા અણધાર્યા હ્રદયરોગના
  હુમલાથી ભોગ બની ગયેલા બાળગોઠીયાની સ્મ્રુતિમાં)

-ડૉ.કેશુભાઈ દેસાઈ

  “ઉદ્દેશ”માંથી સાભાર્
 

એપ્રિલ 18, 2007 - Posted by | મને ગમતી કવિતા

7 ટિપ્પણીઓ »

 1. સુંદર કાવ્ય… દલિત લોકોની લોકભાષાનો સ-રસ પ્રયોગ…

  ટિપ્પણી by વિવેક | એપ્રિલ 18, 2007

 2. બહુ ધ્યાનથી વાંચવી પડે એવી ભાષા છે. સરસ છે.

  ટિપ્પણી by shivshiva | એપ્રિલ 18, 2007

 3. આ કવિતા સરસ છે પણ સમજવામાં થોડી તકલીફ પડે છે. ગામઠી ભાષા લાગે મીઠી. નામ પણ સરસ આપ્યુ છે કચરાજી…..

  ટિપ્પણી by Rekha | એપ્રિલ 18, 2007

 4. What a poem–Wonderful feeling-sad !!Loved it
  Great selection

  ટિપ્પણી by Harnish Jani | એપ્રિલ 18, 2007

 5. marasiyu sundar………koi ayarani ….rabaran .mukhe thi marsiyu gavatu hoy to ….zadava ubha ubha rade…

  ટિપ્પણી by naraj | એપ્રિલ 18, 2007

 6. diallect use in the poem can express the grief and sorrow

  ટિપ્પણી by atul rao | એપ્રિલ 19, 2007

 7. Maraashiyu word heard after long time.
  It is real
  ‘KATHIAWADI GUJARATI’

  ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 19, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: