"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કવિનું વસિયત નામું-સુરેશ જોષી

 birdflwrs1.jpg

 કદાચ   હું   કાલે   નહિ    હોઉં;
કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક   આંસુ    સુકવવું  બાકી છે.

કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમા એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પકવ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે.

કાલે સાગર છલકે તો કહેજો કે
માર હ્રદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચુરેચુરા કરવા બાકી છે.

કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
 એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.

કાલે જે અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટાવવી  બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં….
 

                                                                                                                                                                                                                          
                                                                                                                                                                                                                                                                                             

એપ્રિલ 16, 2007 - Posted by | મને ગમતી કવિતા

4 ટિપ્પણીઓ »

 1. સુંદર કાવ્ય… સુરેશ જોશીના સબળ વ્યક્તિત્વનો
  ઉચિત શાબ્દિક પડછાયો…

  ટિપ્પણી by વિવેક | એપ્રિલ 16, 2007

 2. સરસ કવિતા છે…કદાચ હું કાલે ન હોંઉ તો…કોઇ વસ્તુ અટ્કી નથી જવાની..મને યાદ છે જ્યારે જવાહરલાલ નહેરુ હતા ત્યારે આ સવાલ હતો કે એ નહી હોય તો ભારતનુ શુ થસે. કોઇની યાદમાં પણ જીવન જતુ રહેતુ હોય છે.

  ટિપ્પણી by Rekha | એપ્રિલ 16, 2007

 3. કાલે હુઁ નહી હોઉ તો પણ સૂરજ ઉગશે
  દિવસ આથમશે અને દુનિયાની
  બધી જ ક્રિયા એકધારી ચાલુ રહેશે

  ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 16, 2007

 4. rang che barot ji…..

  ટિપ્પણી by atul rao | એપ્રિલ 17, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: