સત્તર વરસની છોકરીનું ગીત
કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું,
ને ટૂંકી પડેછે તને કસ.
તારે સત્તરમું ભારે છે બસ.
ડાહ્યલીનો જંતરિયો ભૂવો તો કે’છે કે,
છુટ્ટા તે વાળ તારા રાખ નઈ.
મંતરેલું લીંબુ હું આલુ તને
તું એમનેમ આંબલીઓ ચાખ નઈ.
જંતરિયો ભૂવાનો દોરો બાંધી ને તારે
કરવાના જાપ રોજ દસ
તારે સત્તરમું ભારે છે બસ.
ઉંમરને સોંસરવી વીંધીને કોઈ મારા,
કમખે ગાગર જેમ બેઠું.
હેમખેમ સત્તરમું પુરું કરવાને હું,
કેટલા વરસ દુઃખ બેઠું.
ગામના જુવાનિયા કહેછે કે તારી તે
વાતમાં પડે છે બહુ રસ.
તારે સત્તરમું ભારે છે બસ.
-જતીન બારોટ
બળકટ શબ્દો ને એવો જ ખેંચી જનારો લય. કવિતામાં શબ્દો અને લયનું જે મહત્વ છે તે આવી કવિતાઓથી જાણી શકાય.
કવિતાના વિષય સાથે શબ્દોનું ને લયનું આવું સાયુજ્ય માણવાનો વિષય છે. તળપદા શબ્દોમાં ભાવને કેવો સહજતાથી વહાવ્યો છે !
શબ્દોને લયમાં વણીને ભાવકને પ્રલય સુધી લઈ જાય એનું નામ કવિતા… સરળ ભાષામાં સુંદર ગીત!
Excellent–I wish to listen to this poem in “Mushaira”–Jalso thai jay—Shu shabdo ane bhav gothvaya chhe??
Harnish Jani-
Have you ever heard Chandu Shah (Narmad from Boston) reciting his poems-Jeans- That has the same rythem like this poem
Deepkumar–Thank you for selecting–“Sattar Varas ni chhokri–good choice
Harnish Jani
સતર વર્ષની ઉંમર એ સરસ ઉંમર હૉય છે…નહી નાની ને નહી મોટી….એ પ્રેમ કરવાની ઉંમર હોય છે.
તારી વાતોમા ભર્યો મધુર રસ
તારુ સત્તરમુ કેમે કર્યુ થઁભે બસ
sundar…rachana ..shabdo sathe…lay…barabar ghuntayo chhe.
જંતરિયો ભૂવાનો દોરો બાંધી ને તારે
કરવાના જાપ રોજ દસ
તારે સત્તરમું ભારે છે બસ.
ભારે કરી સત્તર વર્ષની ઉંમરે ભૂવા બોલાવવા પડ્યા!!!!!!!!!!